July 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

કચીગામ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સરપંચ ભરતભાઈ પટેલે સમસ્‍યાના ઉકેલની સાથે પંચાયતના વિકાસનું જાહેર કરેલું વિઝન

‘સબકી યોજના, સબકા વિકાસ’ ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન અભિયાન અંતર્ગત આયોજીત કચીગામ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામજનોએ જર્જરિત રસ્‍તાઓ માટે વ્‍યક્‍ત કરેલો આક્રોશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : ગઈકાલ ગુરૂવારે કચીગામ ગ્રામ પંચાયતના પટાંગણમાં ‘સબકી યોજના, સબકા વિકાસ’ ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન અભિયાન અંતર્ગત સરપંચ શ્રી ભરતભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણના વિકાસ ઘટક અધિકારી(બીડીઓ) શ્રી પ્રેમજીભાઈ મકવાણા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ગ્રામસભામાં જાહેર બાંધકામ વિભાગ જિલ્લા પંચાયતના સહાયક ઈજનેર શ્રી સંદિપભાઈ તંબોલી, જાહેર બાંધકામ વિભાગના પાણી પુરવઠાના સહાયક ઈનજરે શ્રી રવિન્‍દ્ર સોલંકી તથા અન્‍ય વિભાગોમાંથી આવેલા અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે ગ્રામ પંચાયતની વિવિધ સમસ્‍યાઓ ગણાવી હતી અને તેના તાત્‍કાલિક ઉકેલ માટે યોગ્‍ય કાર્યવાહી કરવા પણ રજૂઆત કરી હતી. તેમણેગામના આંતરિક રસ્‍તાઓની અત્‍યંત ખરાબ અને જર્જરિત સ્‍થિતિથી ઉપસ્‍થિત અધિકારીઓને પણ વાકેફ કર્યા હતા. તેમણે ગામમાં હજુ પણ પાણીની સમસ્‍યાનો 100ટકા ઉકેલ નહીં આવ્‍યો હોવાનું જણાવ્‍યું હતું. તેમણે દમણગંગા ગાર્ડન પાસે પ્રોટેક્‍શન વોલ બનાવવા તથા વેલકમ ગેટના નિર્માણ બાબતે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે દમણના વિકાસ ઘટક અધિકારી(બીડીઓ) શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ કચીગામ ગ્રામ પંચાયત દ્વારા સ્‍વચ્‍છતા જાળવવા રખાતી તકેદારીની પ્રશંસા કરી હતી અને સરપંચશ્રીને અભિનંદન પણ પાઠવ્‍યા હતા. તેમણે કચીગામ કાછલ ફળિયાથી ચાર રસ્‍તા સુધી સ્‍ટ્રીટલાઈટની કરાનારી વ્‍યવસ્‍થા બાબતે પણ પ્રકાશ પાડયો હતો. તેમણે કચીગામ સ્‍કૂલના બાંધકામ વિશે પણ માહિતી આપી હતી અને કચીગામ ગ્રામ પંચાયતના નવા પંચાયત ભવન અંગે પણ વિસ્‍તૃત જાણકારી આપી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે જિલ્લા પંચાયત દ્વારા કચીગામ ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થનારા વિવિધ વિકાસના કામોની માહિતી આપી હતી. તેમણે ખુબ જ થોડા સમયમાં ગ્રામ્‍ય વિસ્‍તારના જર્જરિત બનેલા રોડોના થનારા નવનિર્માણની પણ જાણકારી આપી હતી. તેમણે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સરપંચ સહિત તમામ જન પ્રતિનિધિઓના કામો માટે મળતા સહયોગ બદલ આભાર પણ પ્રગટ કર્યોહતો.
કચીગામ ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી શિવાંગ પટેલે ગ્રામસભાની કાર્યસૂચિ મુજબ ગત વર્ષનો ફિઝિકલ પ્રોગ્રેસ, ચાલુ વર્ષની સ્‍કીમોનું અમલીકરણ તથા અગામી વર્ષના એક્‍શન પ્‍લાનની ચર્ચા કરી હતી. તેમણે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના નિર્દેશ મુજબ અગામી વર્ષ 2023-’24 માટે ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાનનો પ્રસ્‍તાવ ગ્રામજનો સમક્ષ રજૂ કર્યો હતો. જેને સર્વાનુમતે મંજૂર કરાયો હતો.
આ ગ્રામસભામાં ખેતી વિભાગથી ઉપસ્‍થિત અધિકારી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્‍માનનિધિ યોજના, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના તથા કિસાન ક્રેડિટ કાર્ડના સંદર્ભમાં માહિતી આપવામાં આવી હતી.
ગ્રામસભામાં ગ્રામજનોએ મુખ્‍યત્‍વે જર્જરિત રોડના નવનિર્માણ માટે રજૂઆત કરી હતી અને આક્રોશ પણ ઠાલવ્‍યો હતો. આ ગ્રામસભામાં મોટી સંખ્‍યામાં ગ્રામજનોની ઉપસ્‍થિતિ રહી હતી.
ગ્રામસભામાં કચીગામ વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો અને ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સહિત સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

જન્‍મદિવસ નિમિતે પ્રાથમિક ગુજરાતી શાળા ખુટલીના વિદ્યાર્થીઓને વોટરબેગની ભેટ

vartmanpravah

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી(NIFT) દમણ કેમ્‍પસ ખાતે ઓપન હાઉસ

vartmanpravah

દાનહમાં મોપેડ ખરીદીમા બ્રોકર દ્વારા છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વલસાડ, ધરમપુર, કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રેલી સહિત વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી

vartmanpravah

કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાના ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ

vartmanpravah

સમરોલી સ્‍થિત પૌરાણિક ફુલદેવી માતાના મંદિરનો 26મો પાટોત્‍સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો

vartmanpravah

Leave a Comment