(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.04: બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન પૂર્વ બાતમીના આધારે ચીખલી નેશનલ હાઈવે નં48 ઉપર થાલા ગામની હદમાં શાહિદ ચિકન સેન્ટર પાસે વોચ ગોઠવી હતી.દરમ્યાન બાતમી મુજબની ટાટા ટ્રક નંબર એમપી-09-એચએફ-6918 આવતા જેને રોકી ચેક કરતા કાચના સ્ક્રેપની આડમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 19,680 જેની કિંમત રૂા.9,84,000/ મળી આવતા પોલીસે ટાટા ટ્રકનો ડ્રાઇવર સંજુ હરિરામ ચૌધરી (ઉ.વ.40) (રહે.શિરપુર ગામ તા. ચંદનનગર થાના. ચંદનનગર જિ.ઈન્દોર તથા દિપક છગનભાઇ બામનીયા (ઉ.વ.30) (રહે. નાવદા પંથ ધારરોડ તા. ચંદનનગર જિ.ઈન્દોર એમ.પી.)ની ધરપકડ કરી ટાટા ટ્રકની કિંમત રૂા.10 લાખ, બે મોબાઈલ કિંમત રૂા.1,000/ રોકડ રૂપિયા 1,900/ મળી કુલ્લે રૂા.19,86,900/નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.