July 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

ધરમપુર 13 ટકા, વલસાડ 7 ટકા, પારડી 5 ટકા, કપરાડા 9 ટકા અને ઉમરગામમાં 3 ટકા 2017ની ચૂંટણી કરતા ઓછુ મતદાન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ જિલ્લામાં- 2022 વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીનું ગુરૂવારે યોજાયેલ મતદાન કુલ સરેરાશ 65.28 ટકા મતદાન નોંધાયું છે. એવરેજ જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા સુધીનો મતદાનમાં ઘટાડો નોંધાયો છે. તેથી ઉમેદવારો, કાર્યકર્તાઓ અને પક્ષોમાં હાર-જીતની અવનવી અટકળોનો દોર જિલ્લાભરમાં ચાલી રહ્યો છે. જો કે આપ અને કોંગ્રેસ કરતા ભાજપનો આશાવાદ વધુ જોવા મળી રહ્યો છે. વાપીમાં તો પરિણામ પહેલા જીતના ફટાકડા પણ ફુટયા હતા.
વિધાનસભા ચૂંટણી-2022માં નવા અનેક પરિબળો અને પરિમાણો જોડાયા છે. 2017ની ચૂંટણી માત્ર દ્વિપક્ષીય ભાજપ અને્‌ કોંગ્રેસ વચ્‍ચે રહી હતી. પરંતુ વર્તમાન ચૂંટણી ત્રિપક્ષિય યોજાઈ હતી. આમ આદમી પાર્ટીએ જિલ્લામાં એન્‍ટ્રી નોંધાવી દીધી છે. પાંચેય બેઠકો ઉપર આપના ઉમેદવારો ચૂંટણી લડયા છે તેથી વલસાડ જિલ્લાનું ચૂંટણી ગણિત બદલાઈ ચુક્‍યું છે. 2022ની ચૂંટણી મતદાનમાં ધરમપુરમાં 13 ટકા, વલસાડ 7 ટકા, પારડી 5 ટકા, કપરાડા 9 ટકા અને ઉમરગામમાં 3 ટકા ઓછુ મતદાન થયું હોવાથી તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો માથું ખંજવાળા ચોક્કસ થયા છે. જિલ્લાની તમામ પાંચ બેઠકો ભાજપ પાસે હતી તે પૈકી વર્તમાન મતદાન અને સ્‍થિતિ જોતા એકાદ, બે સીટ ઓછી થશે તેમાં વલસાડ અને ધરમપુરની બેઠક ઉપર અનિશ્ચિતતા વર્તાઈ રહી છે. જે પણ ઉમેદવાર જીતશે તે પાતળી બહુમતિથી જીતશે તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે.

Related posts

વાપી મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ પેપર મિલ ભીષણ આગની લપેટમાં

vartmanpravah

પારડીમાં કલા-સંગીતના સથવારે નવરંગ ટેલેન્‍ટ ફેસ્‍ટીવલમાં ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના દર્શન થયા

vartmanpravah

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી દાનહ અને દમણ-દીવમાં 29મી નવે.ના સાંજે 5:00 વાગ્‍યાથી 1લી ડિસે.ના સાંજે 5:00 વાગ્‍યા સુધી દારૂબંધી

vartmanpravah

વાપી પાલિકા દ્વારા ભડકમોરા-સુલપડમાં રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દમણ કોર્ટ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ કાનૂની સાક્ષરતા શિબિર

vartmanpravah

વંકાલ ગામે તળાવમાંથી કોઈ પણ મંજુરી વિના માટીનું મોટા પાયે ખોદકામ કરવા અંગે માજી સરપંચ દ્વારા જિલ્લા કલેકટર સહિત ઉચ્‍ચ અધિકારીઓને લેખિત રજૂઆત

vartmanpravah

Leave a Comment