Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

આમધરામાં ગ્રામસભામાં સરપંચ અને ડે.સરપંચ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા લોકોએ હોબાળો કરતા ગ્રામસભા રદ્‌ કરવાની પડેલી ફરજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: આમધરા ગામમાં છેલ્લા ઘણા સમયથીસ્‍થાનિક લોકો દ્વારા વિકાસના કામોમાં ગેરરીતિની આવર નવાર ઉચ્‍ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી રહી છે. આ દરમ્‍યાન આજે આગામી વર્ષનું આયોજન, નરેગા યોજનાનું લેબર બજેટ, આંગણવાડી સહિતની યોજનાઓ અંગે ગ્રામસભા યોજવાની હતી. જોકે તાલુકા અને જિલ્લા કક્ષાએથી એકપણ અધિકારી ઉપસ્‍થિત રહ્યા ન હતા.
આમધરા ગામે ગ્રામસભામાં સરપંચ અને ડેપ્‍યુટી સરપંચ બન્ને ગેરહાજર હતા. જેથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સંજયભાઈ દ્વારા ઉપલા અધિકારીનું માર્ગદર્શન મેળવી ઉપસ્‍થિત વોર્ડ સભ્‍યો અને ગ્રામજનોમાંથી ગ્રામસભાનું અધ્‍યક્ષ સ્‍થાન લેવા જણાવ્‍યું હતું. પરંતુ કોઈ અધ્‍યક્ષ સ્‍થાન લેવા તૈયાર ન થતા આખરે ગ્રામસભા રદ કરવાની ફરજ પડી હતી.
ગ્રામસભામાં વિકાસના કામોમાં ગેરરીતિ સંદર્ભે પ્રશ્નોનો મારો ચાલશે તેવી ભીતિથી સરપંચ હાજર ન રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા હતા. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ સરપંચ દ્વારા રજા રીપોર્ટ આપી ટીડીઓ પાસેથી રજા મંજૂર કરાવાની હોય છે. પરંતુ સરપંચે તલાટીને રજા રિપોર્ટ આપ્‍યો હતો અને ડેપ્‍યુટી સરપંચે તો રજા રિપોર્ટ પણ આપ્‍યો ન હતો.
ગ્રામજનો દ્વારા હવે સરપંચ અને તાલુકા-જિલ્લાના અધિકારીઓ હાજર રહે ત્‍યારે જ ગ્રામસભા યોજવી તેમસ્‍પષ્ટ પણે જણાવી દેતા ગ્રામસભા આખરે રદ્‌ કરવામાં આવી હતી.

Related posts

દાનહમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય દિવસ નિમિત્તે યોજાયેલી બાઈક રેલી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

આજે દમણ માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબદ્વારા નારિયેળી પૂર્ણિમાની થનારી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

વાપીમાં પાણીનુ ઘમાસાણ : 15 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટ પાલિકાએ બંધ કરાવતા વેપારીઓનો પાલિકામાં મોરચો

vartmanpravah

વાપીમાં વિધાનસભા ચૂંટણી અન્‍વયે જિલ્લામાં કાયદો વ્‍યવસ્‍થા જાળવવા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

Leave a Comment