કુલ રૂા. 41 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.21: જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતેના પી.એમ.મિત્ર ટેક્સટાઇલ પાર્ક સાઈટ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તા.22/02/2024 ના રોજ સાંજે 4-00 કલાકે વિકસીત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પને સાર્થ કરતાં કુલ રૂ.41 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ, કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત, રાજયના આદિજાતિ વિકાસ મંત્રી ડો.કુબેરભાઇ ડીંડોર, ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહેશે.