July 31, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત દુણેઠામાં ગ્રામસભા યોજાઈ

ગત વર્ષમાં કરવામાં આવેલ વિકાસના કામો તથા આગામી વર્ષમાં કરાનાર વિવિધ વિકાસના કામો બાબતે સરપંચ સવિતાબેન પટેલે ગ્રામજનોને આપેલી માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: મંગળવારે ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી) અભિયાન અંતર્ગત ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના દિશા-નિર્દેશ મુજબ દુણેઠા ગૃપ ગ્રામ પંચાયતની સરપંચ શ્રીમતી સવિતાબેન ભરતભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળેલી ગ્રામસભામાં વિવિધ વિભાગો દ્વારા ગત વર્ષમાં કરવામાં આવેલ કામોની જાણકારી તથા આગામી વર્ષમાં કરવામાં આવનાર વિકાસના કામો માટે તૈયાર કરવામાં આવેલ એક્‍શન પ્‍લાનને ગ્રામજનો સમક્ષ રજૂ કરાયો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દુણેઠા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સવિતાબેન ભરતભાઈ પટેલની અધ્‍યક્ષતામાં આયોજીત ગ્રામસભામાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે ગ્રામજનોને ગ્રામ પંચાયતના વિકાસ માટે જિલ્લા પંચાયત દ્વારા મંજૂર કરાયેલ કામોની સાથે સાથે આગામી સમયમાં થનારા વિકાસકાર્યોની બાબતમાં જાણકારી આપી હતી. આ પ્રસંગે ઉપસ્‍થિત પંચાયત સચિવ શ્રીમતી અંકિતા પટેલે પંચાયતનો ફિઝિકલ પ્રોગ્રેસરિપોર્ટ રજૂ કરતા પંચાયત માટે મળેલી રકમનો ઉપયોગ, ચાલુ વર્ષની યોજનાઓના કાર્યાન્‍વયન તથા આગામી વર્ષના એક્‍શન પ્‍લાન બાબતે વિસ્‍તૃત માહિતી આપી હતી.
સરપંચ શ્રીમતી સવિતાબેન ભરતભાઈ પટેલે ગ્રામ પંચાયત વિકાસ યોજના ‘સબકી યોજના, સબકા વિકાસ’ બાબતે ગ્રામજનોની સાથે ચર્ચા-વિચારણાં કરીને સર્વસંમતિથી પ્રસ્‍તાવ પસાર કર્યો હતો. જાહેર બાંધકામ વિભાગના સહાયક એન્‍જિનિયર શ્રી સંદિપભાઈ તંબોલીએ દુણેઠા ગ્રામ પંચાયતમાં ગત વર્ષે કરવામાં આવેલ વિકાસના કામો અને આગામી વર્ષમાં કરવામાં આવનાર કામો અંગેની ઉપસ્‍થિત ગ્રામજનોને આપી હતી.
આરોગ્‍ય વિભાગના અધિકારીશ્રીએ પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના, આયુષ્‍માન ભારત કાર્ડ તથા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાની બાબતમાં જાણકારી આપી હતી. જ્‍યારે કૃષિ વિભાગના અધિકારીશ્રીએ પી.એમ.કિસાન સમ્‍માન નિધિ, કિસાન માનધન યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની વિસ્‍તૃત જાણકારી આપી હતી.
દુણેઠા ગૃપ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભામાં દમણ જિલ્લા વિકાસ ઘટક અધિકારી(બીડીઓ)શ્રી પ્રેમજી મકવાણા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દુણેઠા વિભાગના જિ.પં. સભ્‍ય શ્રીમતી જાગૃતિબેન પટેલ, ગામના ઉપ સરપંચ શ્રી સંજય પટેલ તથા ગ્રામ પંચાયતના સભ્‍ય શ્રીમતી સુનિતાબેન પટેલ, શ્રીમતીસરસ્‍વતીબેન પટેલ, શ્રીમતી ધર્મિષ્‍ઠાબેન પટેલ, શ્રી શૈલેષભાઈ, શ્રી અરૂણભાઈ તથા શ્રી કુનાલભાઈ અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સાદકપોર ગામેથી સગર્ભા મહિલાઓ માટેની પોષણસુધા યોજનાનો શુભારંભ કરાયો

vartmanpravah

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષની વયજૂથના કિશોર-કિશોરીઓનું 100 ટકા થયેલું કોવિડ વેક્‍સિનેશન

vartmanpravah

સ્‍વ. ગૌતમસિંહ નટવરસિંહ ગોહિલ તેમજ સમસ્‍ત પિતૃઓના શ્રેયાર્થે આજથી નરોલીના ગૌરી શંકર બંગલો, ગોહિલ ફળિયા ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

vartmanpravah

વલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરાઈ

vartmanpravah

ધરમપુરમાં ચીકન શોપમાં નકલી પોલીસ બની 10 હજારનો તોડ કરવા જતા ત્રણને અસલી પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

Leave a Comment