-
દમણની શ્રી માછી મહાજન એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી.એડ. કોલેજનું 100 ટકા પરિણામ
-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ‘બેટી બચાવો, બેટી પઢાવો’ પહેલ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની મહિલા શિક્ષણ દ્વારા સામાજિક ક્રાંતિથી પ્રદેશને બદલવાના શરૂ થયેલા અભિયાનમાં દમણની માછી મહાજન બી.એડ. કોલેજે પણ 85 ટકા કન્યાઓને પ્રવેશ આપી જગાવેલી આહલેખ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મહિલાઓનેસશક્તિકરણ માટેની પહેલ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મહિલા શિક્ષણ દ્વારા સામાજિક ક્રાંતિની શરૂ કરેલી આહલેખમાં સામેલ થઈ દમણની શ્રી માછી મહાજન સંચાલિત કોલેજ ઓફ એજ્યુકેશનના બી.એડ. અભ્યાસક્રમમાં 85 ટકા જેટલી કન્યા વિદ્યાર્થીનીઓ પ્રશિક્ષિત થઈ રહી છે.
છેલ્લા 28 વર્ષથી સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં નિષ્ઠાવાન અને ગુણવત્તાયુક્ત શિક્ષકો તૈયાર કરી સમાજને અર્પણ કરતી એકમાત્ર ગ્રાન્ટ-ઈન-એડ, શ્રી માછી મહાજન એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી.એડ. કોલેજ 28 વર્ષથી પ્રતિવર્ષ 100 ટકા પરિણામ પ્રાપ્ત કરે છે.
અત્યાર સુધીમાં શ્રી માછી મહાજન એજ્યુકેશન સોસાયટી સંચાલિત કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા સમાજને લગભગ 1500થી વધુ શિક્ષકો તૈયાર કરી આપ્યા છે. જેઓ સંઘપ્રદેશની શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના વિદ્યાર્થીઓ માટે આ કોલેજમાં 50 ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે આમ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ કોલેજ વરદાન રૂપ છે
વર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લેતા ઈતિહાસમાં પહેલીવાર આઈઆઈટીઈ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ઓનલાઈન મૌખિક પરીક્ષા લેવામાં આવીહતી. જેમાં કોલેજના તાલીમાર્થીઓએ ઉત્કળષ્ટ દેખાવ કર્યો સેમિસ્ટર-1ના પરિણામમાં બધા જ તાલીમાર્થીઓએ 80 ટકાથી વધુ અને 25 તાલીમાર્થીઓએ 90 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા જેમાં નિરાલી બારીયાએ 9.75 એસજીપીએ સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે, જ્યારે દ્વિતીય વર્ષના બધાજ તાલીમાર્થીઓએ 80 ટકાથી વધુ અને 32 તાલીમાર્થીઓએ 90 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. જેમાં પ્રિયાંક ચાંપાનેરીએ 10/10 એસજીપીએ પ્રાપ્ત કરી સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીનું નામ રોશન કર્યું છે.
આ કોલેજમાં 85 ટકાથી વધુ બહેનો તાલીમ લઈ રહી છે જે સરકારશ્રીના ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાનને સાર્થક કરે છે. કોરોના મહામારીના કપરા કાળમાં પણ વિવિધ માધ્યમો દ્વારા આ સંસ્થા શિક્ષણની સાથે સહઅભ્યાસિક પ્રવળતિઓમાં પણ અગ્રેસર રહી છે.
છેલ્લા બે વર્ષમાં કોલેજ દમણ પ્રશાસન આયોજિત નેશનલ લેવલની સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વક્તળત્વ સ્પર્ધામાં અને ક્વિઝ સ્પર્ધામાં સંઘપ્રદેશ કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત મેળવ્યો હતો. તેમજ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત વકતૃત્વ સ્પર્ધામાં સંઘપ્રદેશ કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આઈઆઈટીઈ યુનિવર્સિટી ગાંધીનગર આયોજિત યુથ ફેસ્ટિવલમાં ફોટોગ્રાફીમાં પ્રથમ અને માઇક્રો લેસનસ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
કોલેજના તાલીમાર્થીઓએ સંશોધનમાં પણ સારો દેખાવ કર્યો છે જેમાં વ્યક્તિ અભ્યાસ સંશોધન સ્પર્ધામાં કોલેજના તાલીમાર્થી યુનિવર્સિટી કક્ષાએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આઈઆઈટીઈ યુનિવર્સીટી ગાંધીનગરની પરીક્ષામાં અને પ્રવળત્તિઓમા ઉત્કળષ્ટ દેખાવ કરવા બદલ શ્રી માછી મહાજન એજ્યુકેશન સોસાયટીના ચેરમેનશ્રી, સેક્રેટરીશ્રી, સભ્યશ્રીઓ, આચાર્યશ્રી અને અધ્યાપકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.તાલીમાર્થીઓ પોતાના પ્રતિભાવમાં સૌના સહકારની નોંધ લીધી અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના શિક્ષણ વિકાસના યોગદાનની સરાહના કરી હતી.