January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

26મી જાન્‍યુઆરી, ગણતંત્ર દિવસ નિમિત્તે કર્તવ્‍ય પથ, નવી દીલ્‍હીમાં યોજાનારી પરેડ માટે દાનહ અને દમણ-દીવના એન.એસ.એસ.ના બે સ્‍વયંસેવકોની પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય, નવી દીલ્‍હીના અંતર્ગત ‘રાષ્ટ્રીય સેવા યોજના’ નિર્દેશાલય દ્વારા 01 જાન્‍યુઆરીથી 31 જાન્‍યુઆરી, 2025 સુધી યોજાનારી ‘રાષ્ટ્રીય સેવા યોજના-પરેડ 2025’માં રાષ્ટ્રીય સેવા યોજના સેલ દાનહ અને દમણ દીવની સરકારી એન્‍જિનિયરીંગ કોલેજ દમણના વિદ્યાર્થી શ્રીઆયુષ અશોક ચૌધરી અને શ્રી વિનોબા ભાવે નર્સિંગ કોલેજ સેલવાસની વિદ્યાર્થીની કુમારી પ્રિયંકા પુષ્‍પેન વિશ્વાસની પસંદગી કરવામાં આવી છે.
નવેમ્‍બર 2024માં જલગાંવ મહારાષ્ટ્રમાં પશ્ચિમ ભારતના રાજ્‍યો માટે આયોજીત પી.આર.ડી. કેમ્‍પમાં પસંદગી પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર કરી દા.ન.હ. અને દમણ-દીવના બન્ને સ્‍વયંસેવકોએ એમનું સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. દા.ન.હ. માટે આ ગૌરવની વાત છે કે શ્રી વિનોબા ભાવે નર્સિંગ કોલેજ, સેલવાસની સ્‍વયંસેવક વિદ્યાર્થીનીની છેલ્લા બે વર્ષથી પસંદગી થઈ રહી છે. ગત વર્ષે કુમારી ગોરાત તૃપ્તિ ચૈત્‍યાભાઈની પસંદગી ‘રાષ્ટ્રીય સેવા યોજના’ પરેડ 2024માં થઈ હતી.
દરેક ભાગ લેનાર સ્‍વયંસેવકોને શિક્ષણ સચિવ ડો. અરુણ ટી., શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલ અને રાજ્‍ય રાષ્ટ્રીય સેવા યોજના અધિકારી શ્રી ગૌરાંગ વોરાએ શુભકામના પાઠવી હતી. ડો. કમલ કુમાર કર પ્રાદેશિક નિર્દેશક, રાષ્ટ્રીય સેવા યોજના નિર્દેશાલય-ગુજરાત અને દાનહ અને દમણ-દીવના પ્રદેશના સ્‍વયંસેવકો દ્વારા ‘માય ભારત’ અંતર્ગત કરવામાં આવી રહેલ કાર્યોની સરાહના કરી અને પસંદગી પામેલ સ્‍વયંસેવકોને શુભકામના આપી હતી.

Related posts

સંઘના સ્‍થાપના દિવસના ઉપલક્ષમાં આયોજીત વિજયા દશમી શષા પૂજન કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશના લોકોનીઆશા-આકાંક્ષામાં પણ આવેલું પરિવર્તનઃ વિકાસ કોને કહેવાય અને વિકાસ કરવા કોણ સમર્થ તેની પણ પ્રજાજનોને પડેલી સમજ

vartmanpravah

વીજળી બચાવોના પાઠ ભણાવનારા જ લાપરવાહ…આ તે કેવી માનસિકતા………. કોલસાની ઘટ વચ્‍ચે વીજળી બચાવોની વાતને ચીખલી તાલુકા સેવાસદનના કર્મચારીઓ ઘોળીને પી ગયા : ઓફિસમાં ન હોવા છતાં પંખા-લાઇટો ચાલુ

vartmanpravah

ચીખલીના મલિયાધરાથી દારૂ ભરેલ કાર ઝડપાઈઃ રૂ. ૫.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

vartmanpravah

ઉમરગામ તાલુકાના સરપંચોમાં સાંસદ કે. સી. પટેલ પ્રત્‍યે ભારે નારાજગી

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment