October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બજારમાં બે મહિનાથી ગેસ્‍ટ હાઉસમાં રોકાયેલ આધેડની આત્‍મહત્‍યા કરેલી ડીકમ્‍પોઝ લાશ મળી

સુરત ઉગતા ગામનો નિલેશ ઈશ્વરભાઈ પટેલ તા.28 માર્ચથી ગેસ્‍ટહાઉસમાં રહેતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી ગાંધી રોડ ઉપરઆવેલ એક ગેસ્‍ટ હાઉસમાં રહેતા આધેડની આત્‍મહત્‍યા બાદ ડીકમ્‍પોઝ થયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
વાપી ગાંધી રોડ ઉપર આવેલ સહકાર ગેસ્‍ટ હાઉસમાં ગત તા.28 માર્ચથી સુરત ઉગતા ગામનો નિલેશ ઈશ્વરભાઈ પટેલ ઉ.વ.42 નામનો આધેડ રહેતો હતો. ગત. તા.06 જૂનના રોજ ગેસ્‍ટ હાઉસના સ્‍ટાફે સાફસફાઈ કરવા માટે રૂમ નં.401 નો દરવાજો ખખડાવ્‍યો હતો પરંતુ નિલેશ પટેલએ દરવાજો ખોલેલો નહી તેથી સ્‍ટાફએ વિચારેલ કે તેઓ સુતા હશે. બીજા દિવસે પણ એમ થયું. છેક ગતરોજ ગેસ્‍ટ હાઉસ સુપરવાઈઝર અને સ્‍ટાફે દરવાજો તોડયો હતો તો અંદરનું દૃશ્‍ય જોઈ ચોંકી ગયા હતા. ગેસ્‍ટ હાઉસમાં ઉતરેલા નિલેશ પટેલએ પંખાથી હૂકમાં લટકી આત્‍મહત્‍યા કરેલી હાલતમાં લાશ લટકતી હતી. લાશ પણ ડિકમ્‍પોઝ થઈ ગયેલી દુર્ગંધ મારતી હતી. અંતે ટાઉન પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. બનાવમાં ગેસ્‍ટહાઉસ સંચાલકની પણ ઘટનામાં બેદરકારી ખુલ્લી પડી છે. ચાર ચાર દિવસ દરવાજો ના ખુલતા તાત્‍કાલિક તપાસ કરવાની જરૂર હતી. તેથી સંચાલકની બેદરકારી કે અન્‍ય કારણ ઘટનામાં રહસ્‍ય સર્જે છે.

Related posts

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

દાનહમાં સોમવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી

vartmanpravah

લાયન્‍સ પરિવાર દમણ દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામડા તોશીંગપાડામાં ધાબળા અને કપડાનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહના માંદોની ગ્રા.પં.ના પટેલપાડા અને આંબેચીમાળ ગામમાં વિકટ બનેલી પાણીની સમસ્‍યાઃ ગામની બહેનોએ જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

vartmanpravah

ચોરોને શોધવા નીકળેલ વલસાડ એલસીબીને બુટલેગરો મળ્‍યા

vartmanpravah

Leave a Comment