September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડની બેઠક લોકસભા કે વિધાનસભામાં જે પક્ષ જીતે તેની સરકાર બને : આ વાયીકા વધુ એકવાર સાચી ઠરી

વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલ ત્રીજીવાર જીત્‍યા અને ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બની


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13 : ગુજરાત રાજ્‍યની સ્‍થાપના થયા બાદ પ્રથમ સામાન્‍ય ચૂંટણીથી લઈ 2022 ની ચૂંટણી સુધી એક ચાલી રહેલી લોકવાયીકા સાચી ઠરી છે. લોકવાયીકા એવી છે કે લોકસભા કે વિધાનસભાની વલસાડની બેઠક જે પક્ષનો ઉમેદવાર જીતે એ પક્ષની સરકાર દેશ અને રાજ્‍યમાં બને અને જોગાનુજોગ આ લોકવાયીકા આજદિન સુધી સાચી ઠરતી આવી છે. 2022ની વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીમાં વલસાડની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલ જંગી બહુમતિથી જીત્‍યા અને ગાંધીનગરમાં તા.12-12-2022ના રોજ સરકાર ભાજપની બની.
લોકવાયીકાના ચાલી રહેલા આ સિલસિલા ઉપર માત્ર વિધાનસભાની ચૂંટણીઓ ઉપર દૃષ્‍ટિપાત કરીએ. ગુજરાતની સ્‍થાપના 1961 થી 1975 સુધી કોંગ્રેસના ઉમેદવારો જીતેલા અને 1975 થી ફેરફારો થવા શરૂ થયેલા. ેજમાં 1995માં વલસાડની બેઠક ઉપર એન.સી.પી.ના ઉમેદવાર કેશવભાઈ પટેલ વિજેતા બનેલા. સરકાર એન.સી.પી. અને ભારતીય જનસંઘ ગઠબંધનની બની, 1980માં દોલતભાઈ દેસાઈ કોંગ્રેસ પક્ષથીજીત્‍યા હતા. સરકાર કોંગ્રેસની બની હતી. ફરી 1985 કોંગ્રેસના બરજોરજી પારડીવાલા જીત્‍યા હતા. સરકાર કોંગ્રેસની બની. 1990 થી આ સીટ ઉપર ભાજપમાંથી દોલતભાઈ દેસાઈ જીત્‍યા હતા. 2007માં પણ દોલતભાઈ ભાજપથી જીત્‍યા હતા. ત્‍યાર બાદ 2012-2017 અને 2022માં વલસાડ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલ વિજેતા બન્‍યા અને ગાંધીનગરમાં સરકારો ભાજપની સ્‍થપાતી રહી. તેથી વલસાડની બેઠક ઉપર જે પક્ષનો ઉમેદવાર જીતે તે પક્ષની સરકાર રચાય આ લોકવાયીકા છેલ્લે 2022માં પણ સાબિત થઈ. ભરતભાઈ પટેલ ભાજપમાંથી પ્રચંડ બહુમતિથી જીત્‍યા અને તા.12-12-22 ના રોજ ગાંધીનગરમાં સરકાર બની.

Related posts

ભારત સરકારના નીતિ આયોગના સભ્‍ય ડો. વી.કે.પોલ અને તેમની ટીમ દાનહના વિકાસથી પણ પ્રભાવિત

vartmanpravah

વલસાડનાં સરોધીગામથી મુંબઈ સુધી ગેરકાયદેસર થઈ રહયો છે રેતીનો વેપાર 

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા અન્વીયે પ્રતિબંધાત્મવક જાહેરનામું

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્‍લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કર્યા

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment