Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્‍લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કર્યા

પ્રદેશની દરેક સરકારી શાળાઓ આધુનિક સંસાધનોથી યુક્‍ત હોવા છતાં ગુણવત્તાયુક્‍ત શિક્ષણ આપવામાં પાછળઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલનું નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : રોટરી ક્‍લબ ઓફ દમણે, જિલ્લા શિક્ષણ વિભાગ દમણના સહયોગથી શનિવાર, 7 ઓક્‍ટોબર-2023ના રોજ મોટી દમણના શિક્ષણ ભવનના ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં દમણના 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ‘ થી સન્‍માનિત કર્યા હતા.
અત્રે નોંધનીય છે કે રોટરી ક્‍લબ ઓફ દમણ તેના રોટરી ઈન્‍ડિયા લિટરસી મિશન હેઠળ દર વર્ષે દેશભરના શ્રેષ્ઠ શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કરે છે. આ શ્રેણીમાં દમણ રોટરી ક્‍લબે પણ ગયા વર્ષથી દમણમાં આ એવોર્ડ આપવાનું શરૂ કર્યું છે. આ તેનું બીજું વર્ષ છે. આ વર્ષે દમણ રોટરી ક્‍લબે શિક્ષણ વિભાગ દમણના સહયોગથી 70 જેટલી સરકારી અને બિન સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી અને 300થી વધુ શિક્ષકોને આ પ્રક્રિયાનો ભાગ બનાવ્‍યો હતો. તેમાંથી, રોટરી ઇન્‍ટરનેશનલ દ્વારા વિકસિત વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે 76 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોની આ એવોર્ડ માટે પસંદગીકરવામાં આવી હતી.
મોટી દમણના શિક્ષણ ભવનના ઓડિટોરિયમ ખાતે આયોજિત એવોર્ડ વિતરણ સમારોહ કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગના નિર્દેશક શ્રી જતીન ગોયલ ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી ગોયલે અત્રે પસંદગી પામેલા શિક્ષકોને ઈનામ આપીને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે પ્રાસંગિક સંબોધનમાં રોટરી ક્‍લબ ઓફ દમણની આ પહેલની પ્રશંસા કરી હતી અને જણાવ્‍યું હતું કે, આ જાહેર ખાનગી ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે, આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશની તમામ સરકારી શાળાઓ આધુનિક સાધનોથી સજ્જ છે, પરંતુ તેમ છતાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ ગુણવત્તાયુક્‍ત શિક્ષણ આપવામાં પાછળ છે. તેમણે શિક્ષકોને આ ક્ષેત્રમાં વધુ મહેનત કરવા હાકલ કરી હતી.
આ પ્રસંગે દમણ રોટરી ક્‍લબના પ્રમુખ શ્રી અપૂર્વ પાઠકે તેમના પ્રાસંગિક સંબોધનમાં દમણ શિક્ષણ વિભાગના સચિવ શ્રી અરુણ ટી. (આઈ.પી.) અને રોટરી ક્‍લબ ઓફ દમણ વતી શિક્ષણ નિર્દેશક શ્રી જતીન ગોયલનો આભાર માન્‍યો હતો. આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તેમણે તેમની એન.બી.એ. ટીમનો ખાસ કરીને સાક્ષરતા ચેર શ્રીમતી અનીશા નુરાની, પ્રોજેક્‍ટ ચેર શ્રી તેજસ પારેખ અને આ પ્રક્રિયામાં સામેલ રોટરી ક્‍લબના સભ્‍યોના જીવનસાથીનો તેમનાપ્રશંસનીય કાર્ય માટે હૃદયપૂર્વક આભાર માન્‍યો હતો.
‘દમણ રોટરી ક્‍લબ’ એ રોટરી ક્‍લબ ઇન્‍ટરનેશનલના ડિસ્‍ટ્રિક્‍ટ 3060નું એકમ છે. આ જિલ્લાના એન.બી.એ.ના પ્રમુખ શ્રીમતી ડૉ. પ્રેમલ શાહ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે આ માહિતી આપતાં આનંદ વ્‍યક્‍ત કર્યો હતો કે, જિલ્લામાં 3060માં દમણ રોટરી ક્‍લબ 76 શિક્ષકોનું સન્‍માન કરીને વધુમાં વધુ શિક્ષકોનું સન્‍માન કરતી ક્‍લબ બની છે.
આ સન્‍માન સમારોહમાં નાયબ નિદેર્શક શ્રી રાજેશ હળપતિ, શિક્ષણાધિકારી શ્રી યોગેશ મોડાસિયા અને દમણ શિક્ષણ વિભાગના અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન રોટરી ક્‍લબ ઓફ દમણને નાયબ શિક્ષણ નિર્દેશક શ્રી રાજેશ હળપતિનો સંપૂર્ણ સહયોગ મળ્‍યો હતો. તેમણે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન રોટરી ક્‍લબને સંપૂર્ણ સહયોગ આપવા શાળાના આચાર્યો અને શિક્ષકોને સમયાંતરે માર્ગદર્શિકા આપતા રહ્યા. તેમના પ્રયાસોને કારણે જ એન.બી.એ.ની સમગ્ર પ્રક્રિયા સમયસર પૂર્ણ થઈ હતી.
આ કાર્યક્રમ માટે રોટરી ક્‍લબ ઓફ દમણે દરેક શાળાના આચાર્યોને પણ ખાસ આમંત્રિત કર્યા હતા. તમામ શિક્ષકો અને આચાર્યોએ રોટરી ક્‍લબની આ પહેલને હૃદયપૂર્વક આવકારી હતી.
કાર્યક્રમના અંતે ક્‍લબના સેક્રેટરી શ્રી નીતિન ભુલાએ આ સન્‍માન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ શિક્ષકો, શાળાનાઆચાર્યો, દમણ શિક્ષણ વિભાગ, રોટરી ક્‍લબના તમામ સભ્‍યો અને તેમના જીવનસાથીઓ અને પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા તમામ લોકોનો આભાર માન્‍યો હતો.
સેફ્રોન મ્‍યુઝિક બેન્‍ડના શ્રી બાદલ અને શ્રી મયંકે સુમધુર સંગીત વગાડીને ઓડિટોરિયમમાં સૌનું મનોરંજન કર્યું હતું અને રોટેરીયન જયેશ જોષી અને રોટરી ક્‍લબના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રવિન્‍દ્રસિંહ ધામીએ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના સહયોગથી ધરમપુરના લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ચાલી રહેલા વેકેશન વર્કશોપમાં વિદ્યાર્થીઓને સાંજે ટેલીસ્‍કોપથી કરાવાતું આકાશદર્શન

vartmanpravah

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલએ સુરતમાં ટેટ ટાટ ઉમેદવારોની કાયમી ભરતી માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

દાનહમાં છેવાડેના ગામોના સેંકડો આદિવાસી યુવાનો-બહેનોએ વિધિવત કરેલો ભાજપમાં પ્રવેશ

vartmanpravah

દમણ-દીવ સાંસદ-11નો મર્જર કપ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ ઉપર કબ્‍જો : રનર્સ અપ બનેલી જિલ્લા પંચાયત

vartmanpravah

દીવ ખાતે ખકરી મેમોરીયલ શહાદતની યાદો સાથે હવે યુદ્ધ જહાજની ખાસિયત પણ નિહાળી શકાશે

vartmanpravah

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah

Leave a Comment