Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ઉમરગામના વલવાડાથી 32 વર્ષીય પતિ પત્‍ની અને બે સંતાનો સાથે ગુમ

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.13: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં બંગલી ફળિયા ખાતે રહેતા 32 વર્ષીય ધર્મેશ મનુભાઈ ધોડી છૂટક વેપારી કામ કરતા હતા. તા. 6 ડિસેમ્‍બરના રોજ બપોરે 1-30 કલાકે પત્‍ની રૂપમતી ઉ.વ.30, પુત્રી રોશની (ઉ.વ.4) અને પુત્ર હિતીક (ઉ.વ.3) સાથે પોતાના ઘરેથી ક્‍યાંક ચાલી ગયા હતા. મોડી સાંજ સુધી તેઓ ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ ભીલાડ પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસે ધર્મેશભાઈ પત્‍ની અને બે સંતાન સાથે ગુમ થયા અંગેની નોંધ કરી હતી. પોલીસે ધર્મેશના ફોન નં. 96871 31610 ઉપર કોલ કરતા ફોન પણ બંધ આવતો હતો. ગુમ થનાર ધર્મેશ શરીરે મધ્‍યમ બાંધો, રંગે ઘઉંવર્ણ અને ઊંચાઈ આશરે સાડા પાંચ ફૂટ ધરાવે છે. શરીરે બ્‍લ્‍યુ કલરની લાંબા બાંયવાળી ટીશર્ટ તેમજ બ્‍લ્‍યુ કલરનો નાઈટ પેન્‍ટ પહેરેલો હતો. રૂપમતી શરીરે મધ્‍યમ બાંધાની, રંગે ઘઉંવર્ણ અને ઊંચાઈ આશરે સાડા ચાર ફૂટ ધરાવે છે. જેણે શરીરે કાળા કલરની નાઈટી પહેરેલી હતી. પુત્રી રોશનીએ બ્‍લ્‍યુ કલરનું ફ્રોક અને પુત્ર હિતીકે કાળા રંગની ટીશર્ટ અને કાળા રંગની ચડ્ડી પહેરેલી છે. ગુમ થનાર પરિવાર ગુજરાતી ભાષા બોલે છે. જેને પણ આ પરિવારની ભાળ મળી આવે તો ભીલાડ પોલીસ મથકનો સંપર્ક સાધવા અખબારીયાદીમાં જણાવાયું છે.

Related posts

મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાપી વીઆઈએ પ્રમુખ, મંત્રી અને બોર્ડ સભ્‍યો દ્વારા ગૃહ અને ખાણ વિભાગના મુખ્‍ય સચિવ સાથે વાપીમાં સીઈઆઈએફ પ્રોજેક્‍ટ હેઠળ પાણી વિતરણની યોજનાના આગામી પ્રોજેક્‍ટ વિષે ચર્ચા કરી

vartmanpravah

દમણ જિલ્લામાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા આપવામાં આવેલું સામાજિક ઓડિટ ઉપર જોર

vartmanpravah

દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી ૨૦૨૧માં યોજાવાની સંભાવના ધૂંધળી

vartmanpravah

દમણ-દલવાડાના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં શ્રીમદ્‌ ભાગવત કથામાં રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી સલવાવમાં ગણેશ મંડળના પંડાલની પાછળ જુગાર રમતા પાંચ યુવાનો ઝડપાયા

vartmanpravah

વલસાડ વિભાગના રેવન્‍યુ કર્મચારીઓ 18 જેટલી પડતર માંગણીઓ માટે માસ સી.એલ. પર ઉતર્યા

vartmanpravah

Leave a Comment