Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયતે મુખ્‍ય રસ્‍તાના દબાણો દૂર કરવા આપેલુ અલ્‍ટીમેટમ

ટ્રાફિક અને અકસ્‍માતની શકયતા પર અંકુશ મુકવા મુખ્‍ય રસ્‍તાની આજુબાજુ લારી ગલ્લા અને પાથરણાવાળાએ કરેલા દબાણને હટાવવું જરૂરી જણાતાં પંચાયતે નાયબ કાર્યપાલક એન્‍જિનિયર માર્ગ અને મકાન વિભાગ સ્‍ટેટ અને પોલીસ તંત્રની માંગેલી મદદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: રાજ્‍ય ધોરીમાર્ગ ભીલાડ-સરીગામ-ફણસા રોડ સરીગામ પંચાયતની હદમાં સરીગામ મુખ્‍ય બસ સ્‍ટોપ તેમજ ત્રણ રસ્‍તા અને કેડીબી હાઈસ્‍કૂલની પાસે લારી, ગલ્લા અને પાથરણા વાળાઓએ દબાણ કરતાં ટ્રાફિક સમસ્‍યા સર્જાયેલી છે અને એના કારણે અકસ્‍માતની શકયતા પણ જોવા મળી રહી છે. લાંબા સમયથી ચાલી આવતી આ સમસ્‍યા હવે વધુ વિકટ બની જવા પામી છે. જેના કારણે પંચાયત કચેરીએ દબાણ કરતાંઓને નોટિસો પાઠવી દબાણ દૂર કરવા જણાવ્‍યું હતું. પંચાયતે દબાણ કરતાંઓને ગત તારીખ 19-10-2023, તારીખ 3-11-2023 અને તારીખ 25-11-2023 ના રોજ એમ ત્રણ નોટિસો આપી દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. પરંતુ દબાણ કરતાઓએ નોટિસને દરકિનાર કરી પરિસ્‍થિતિ ટ્રાફિક અને અકસ્‍માતની દ્રષ્ટિએ વધુ વિકટ બનાવી દીધી છે. જેથી પંચાયતે આગામી તારીખ 8-1-2023 ના રોજ બપોર પછી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કર્યું છે જેની જાણકારી જવાબદાર વિભાગ માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી અને ભિલાડ પોલીસ સ્‍ટેશન સબઈન્‍સ્‍પેક્‍ટરને લેખિત જાણકારી આપી કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે એની તકેદારી રાખવા જણાવ્‍યું છે. વધુમાં દબાણ કરતાઓ એકવાર દબાણ હટી ગયા પછી ફરી કબજો ન કરે એના માટે માર્ગ અને મકાન વિભાગને જમીનનો હવાલો સંભાળી લેવા પણ સૂચન કરવામાં આવ્‍યું છે.

Related posts

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

દાનહઃ રખોલી દમણગંગા નદીના બ્રીજ પરથી અજાણ્‍યા યુવાને ઝંપલાવી દેતાં ઘટના સ્‍થળ પર જ નિપજેલું મોત

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ

vartmanpravah

દાનહઃ મોરખલના ધોડીપાડા, ડુંગરીપાડાનો ખનકી ઉપરનો મુખ્‍ય રસ્‍તો ધોવાઈ જતા હાલાકી

vartmanpravah

અજાણી મહિલા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

તાલુકા કક્ષાનો 73 મો વનમહોત્‍સ.વ રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્‍તો પારડી તાલુકાના ઉમરસાડીની જે. વી. બી. એસ હાઇસ્‍કૂ લ ખાતે યોજાયો

vartmanpravah

Leave a Comment