Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કોંગ્રેસ દ્વારા ઓવરબ્રિજ પાડવાના મામલે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી અસરકર્તા માટે વળતરની માંગ

કલેક્‍ટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને વાંધા સુચનો મંગાવાયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: આગામી નજીકના સમયમાં વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ પાડીને નવો પુલ બનાવવાની કામગીરીનો આરંભ થનાર છે તે પૂર્વે કલેક્‍ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું હતું. આ કામગીરી માટે જાહેર વાંધા-સુચનો મંગાવાયા હતા તે સંદર્ભમાં વાપી કોંગ્રેસ દ્વારા કલેક્‍ટરને ગતરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.
વાપી કોંગ્રેસના કાર્યકરો અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસથી ચૂંટણી લડનાર જયશ્રીબેન પટેલની આગેવાની હેઠળ પાઠવાયેલ આવેદનથી કોંગ્રેસએ માંગ કરી હતી કે પુલના જે લોકોની મિલકતો જાય છે. તેમને વળતર મળે તદ્‌ઉપરાંત જે મિલકત બચે છે તેમના ઘરો સામે અવર-જવર માટેની જોગવાઈ કરવી તથા ઉદ્‌ભવનારી ટ્રાફિક સમસ્‍યા માટે ટ્રાયલ લઈ સ્‍થિતિનો અભ્‍યાસ કરવો જરૂરી છે. એસ.ટી. ડેપો પણ સ્‍થળાંતર થનાર હોવાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓની મુશ્‍કેલી પણ ધ્‍યાને લેવી પડશે. અંડરપાસ બ્રિજમાં પાણી ભરાઈ જાય છે તે સમયે ટ્રાફિકની ઉદ્‌ભવતી સમસ્‍યા જેવાવિસ્‍તૃત મુદ્દાઓનું નિરાકરણ કે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થાઓ અંગેનો અભ્‍યાસ કર્યા બાદ નવિન પુલ બાંધકામની કામગીરી કરવી જોઈએ તેવી કોંગ્રેસએ જાહેર હિતની માંગણીઓ કરી હતી.

Related posts

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

સલવાવ શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર તથા માધ્‍યમિક ઉ. માધ્‍યમિક શાળામા નિઃશુલ્‍ક ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો અગ્રેસર

vartmanpravah

આજે દમણમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ભવ્‍ય રોડ શોઃ દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી ઉમટનારી હજારોની જનમેદની

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવનની લીધેલી આકસ્‍મિક મુલાકાત: અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

vartmanpravah

વાપીમાં પંડિત શ્‍યામજી કૃષ્‍ણા વર્માની પ્રતિમાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે અનાવરણ

vartmanpravah

Leave a Comment