December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

સરીગામ જીઆઈડીસી અને સરીગામ પંચાયત હદમાં કાર્યરત એકમોમાંથી અવરજવર કરતા ભારેખમ વાહનોને બજાર માર્ગ ઉપર આવતા અટકાવવા પંચાયતે પસાર કરેલો ઠરાવ અને પોલીસ તંત્રની માંગેલી મદદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.17: સરીગામ બજાર અને રહેઠાણ વિસ્‍તારના માર્ગ ઉપર વિકરાળ બનેલી ટ્રાફિક સમસ્‍યા અને અકસ્‍માતની શકયતા નિર્માણ થવા પામી છે. જેનું મુખ્‍ય કારણ સરીગામ બાયપાસ માર્ગ ખખડધજ બનતા જીઆઈડીસીમાંથી અવરજવર કરતા ભારેખમ વાહનો સરીગામ બજાર વિસ્‍તારમાંથી પસાર થઈ રહ્યા છે. સરીગામ જીઆઈડીસીના ઘણા બદમાશ એકમોએ આંતરિક રસ્‍તા પાર્કિંગ માટે કબજા કરેલા છે અને પોલીસ તંત્ર એમનું બગાડી શકતી નથી. જે લાગવગનો લાભ સરીગામના રહેઠાણ વિસ્‍તારમાંથી પસાર થતા માર્ગ ઉપર પણ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે કન્‍ટેનર અને ટેન્‍કર સહિતના ભારેખમ વાહનો સરીગામ રહેઠાણ વિસ્‍તારમાં પ્રવેશતા વારંવાર ટ્રાફિકની સમસ્‍યા સર્જાઈ રહી છે અને અકસ્‍માતની શકયતા સામે આવી રહી છે. આ સર્જાયેલી સમસ્‍યા સામે રક્ષણ આપવા સરીગામ પંચાયતે એક ઠરાવ પસાર કરી ભારેખમ વાહનો ઉપર પ્રતિબંધ મૂકયો છે અને જબરજસ્‍તી પ્રવેશતા વાહનો સામેદંડાત્‍મક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આ ઠરાવની જાણકારી સરીગામ પંચાયતે ભીલાડ પોલીસ તંત્ર અને એસઆઈએને કરી છે તેમજ સરીગામ હદ વિસ્‍તારમાં કાર્યરત એકમના સંચાલકને પણ કરવામાં આવી છે. સરીગામ બજાર વિસ્‍તાર માર્ગ ઉપર કાર્યરત શાળાઓ, બેંક વગેરે જોતા રાહદારી અને નાના વાહનોથી ભરચક હોય છે ત્‍યારે જીઆઈડીસીના ભારેખમ વાહનોની અવરજવર ઉપર અંકુશ મુકવો અત્‍યંત જરૂરી જણાઈ રહ્યું છે. આ સમસ્‍યાના નિવારણ માટે પોલીસ તંત્ર ધ્‍યાન આપે એવી પ્રજામાં પણ પ્રબળ માંગ છે.

Related posts

‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પ્રદેશમાં ચાર વર્ષમા 2050 વૃક્ષોના છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

વાપી યુ.પી.એલ. બ્રિજ હાઈવે ઉપરથી દારૂના જથ્‍થા સાથે ઓડી કારઝડપાઈ

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ બદલાયેલા દાનહ અને દમણ-દીવનું પ્રતિબિંબ

vartmanpravah

ધરમપુર-કપરાડાના ગામડાને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો પુલ તૂટી જતા ભારે પેચીદી સમસ્‍યા સર્જાઈ

vartmanpravah

દમણમાં પંચાયતી રાજના ઊંડા મૂળિયાં: 1987 સુધી ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓનો રહેલો દબદબો

vartmanpravah

‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’માં મોટી દમણના શહેરી વિસ્‍તારના અનેક લોકોએ લીધેલો લાભ : કેન્‍દ્ર સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓનો લાભ લેવા ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયાનો અનુરોધ

vartmanpravah

Leave a Comment