July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર તથા માધ્‍યમિક ઉ. માધ્‍યમિક શાળામા નિઃશુલ્‍ક ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવમાં શાળાના આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
કેમ્‍પમાં મહાવીર આયુર્વેદિક એન્‍ડ ડેન્‍ટલ ક્‍લિનિકના ડોક્‍ટર નીરવ સી. શાહ દ્વારા પોતાની સેવા પ્રદાન કરી દાંત એ મહત્‍વનું અંગ હોય તેની માવજત અને સંભાળ તેમજ દાંતમાં સડો થયો હોયતો તેના નિવારણ માટે દાંતોની નિયમિત સફાઈ કરવી જેમ કે સવારે ઊઠ્‍યા બાદ અને રાત્રે સૂતા પહેલા એમ બે વખત યોગ્‍ય પદ્ધતિથી દાંતની નિયમિત સફાઈ કરવી કે જેથી કરી દાંતોની અનેક સમસ્‍યાઓ અને વ્‍યાધિમાંથી મુક્‍ત રહી શકાય જેવી માહિતી ધોરણ 1 થી 12નાં તમામ બાળકોના દાંતોની વિનામૂલ્‍યે તપાસ કરી જરૂરી સૂચનો કરવામાં આવ્‍યાં હતાં.
આ અવસરે ડૉ.નીરવ શાહનો આચાર્યશ્રી તેમજ શિક્ષકગણો દ્વારા આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો. આ ડેન્‍ટલ મેડિકલ ચેકઅપ કેમ્‍પને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના આરોગ્‍ય લક્ષી સંભાળ રાખવા માટે સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી તેમજ સંચાલક મંડળના સભ્‍યો તથા ડાયરેક્‍ટર શ્રી સતત ધ્‍યાન આપતા હોય છે.

Related posts

ધરમપુરમાં બી.એસ.એફ. જવાનોનું ભવ્‍ય સન્‍માન સ્‍વાગત સાથે માકડબન ગામે ભવ્‍ય સન્‍માન

vartmanpravah

દાદરા પંચાયત દ્વારા આઝાદી સ્‍મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ હેઠળ: દાનહ અને દમણ-દીવની જિલ્લા હોસ્‍પિટલ અને ઉપ જિલ્લા હોસ્‍પિટલે રાષ્‍ટ્રીય સ્‍તરે સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

vartmanpravah

વાપી સ્‍ટેશને માથા ફરેલ બેખોફ રીક્ષા ચાલકે મહિલાને બિભત્‍સ ભાષા બોલી શરમજનક વર્તન કર્યું: રીક્ષા ચાલક હવાલાતમાં

vartmanpravah

દીવ સહિત પ્રદેશની તમામ નગરપાલિકાઓમાં કાઉન્‍સિલર બનીને રૂપિયા કમાવાની ભાવના રાખનારાઓના પુરા થયેલા દિવસો

vartmanpravah

વલસાડમાં 13 વર્ષિય કિશોરીનું ડેન્‍ગ્‍યુની સારવારમાં કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

Leave a Comment