Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો અગ્રેસર

પ્રિમોન્સુન કામગીરીમાં ઉતારેલી વેઠના કારણે સમસ્‍યાનો ભરમાર તેમજ પીવાના પાણી અને સ્‍ટ્રીટ લાઈટની ચર્ચા સાથે ગંદકીના સામ્રાજ્‍ય સહિતના સામે આવેલા મુદ્દા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામપાલિકાની સામાન્‍ય સભા આજરોજ પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલના અધ્‍યક્ષતા હેઠળ મળી હતી. સભામાં પાલિકાની નબળી કામગીરીના કારણે સર્જાયેલી સમસ્‍યા સામે શાસક અને વિપક્ષના સભ્‍યોએ બળાપો ઠાલવ્‍યો હતો. સરકારી અને પાલિકાની જમીન ઉપર થયેલા અતિક્રમણો હટાવવાના મુદ્દે ચર્ચા થવા પામી હતી. અને સરકારી જમીન ઉપર તાર કમ્‍પાઉન્‍ડ લગાવવાનું નક્કી કરવામાં આવ્‍યું હતું. પાલિકાના વહીવટમાં પારદર્શકતાનો અભાવ તેમજ પાલિકામાં કામ કરતા કોન્‍ટ્રાક્‍ટરો પાસે અગ્રણી સભ્‍યો દલાલી મેળવતા હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્‍યો હતો.
ઉમરગામ પાલિકાની પ્રજાને અશુદ્ધ પાણી પીવાની ફરજ પડી રહી હોવાની તેમજ રસ્‍તાઓ ઉપરની બંધ પડેલી સ્‍ટ્રીટ લાઈટના કારણે ભારે સમસ્‍યા સર્જવા પામી હોવાનો મુદ્દો રજૂ થવા પામ્‍યો હતો. આ ઉપરાંત ઉમરગામ પાલિકામાં ગંદકીના ફેલાયેલા સામ્રાજ્‍ય સામે પાલિકા યોગ્‍ય કામગીરી કરવામાં સદંતર નિષ્‍ફળ છે. આ ઉપરાંત અંદાજિત રૂા.4 કરોડની ગ્રાન્‍ટ લેપ્‍સ થતાં પાલિકાના સભ્‍યોએ વહીવટ કરતા પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખ તેમજ કારોબારી અધ્‍યક્ષ સામે કામગીરીની કુશળતા તેમજ ઈચ્‍છા શક્‍તિ સામે સવાલ ઊભા કર્યા હતા.
આ ઉપરાંત મહેકમ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી જયશ્રીબેન અજયભાઈ માછીએ પાલિકાએ મહેકમની જગ્‍યા ભરવા માટે કરેલા ઠરાવ નંબર116/4 મુજબ 21 જગ્‍યાઓ ભરવાની હતી જેમાંથી 18 જગ્‍યા ભરાયેલી છે. જેથી બાકી રહેલી 3 જગ્‍યાઓ ભરવા માટે સૂચન કર્યું હતું.

Related posts

વાપી બલીઠાના યુવકને ટાઉન પોલીસમાં બોગસ ફોન કરવો ભારે પડયો

vartmanpravah

ઘોઘલાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સંપૂર્ણ રસીકરણ/ઓરિ-રુબેલા નાબુદી વિષય પર યોજાયેલી કાર્યશાળા

vartmanpravah

દમણ દેવકા-11 દ્વારા હળપતિ સમાજ માટે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં નાયલાપારડી ચેમ્‍પિયન: રનર્સઅપ રહેલી ઉમરસાડીની ટીમ

vartmanpravah

ગૌ સેવા સમિતિ પારડી દ્વારા મહારાષ્‍ટ્રમાં વીરગતિ પામેલ ગૌરક્ષકને શ્રદ્ધાંજલિ તથા વિરાંજલી અપાઈ

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્‌ અખત્‍યાર

vartmanpravah

દાનહ મરાઠી સેવા સંઘ દ્વારા સમાજના અગ્રણીઓ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment