January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-વલસાડ રેલવે લાઈન વચ્ચે બે અકસ્માત સર્જાયા: સરોધી નજીક અજાણ્‍યાએ આપઘાત કર્યો : વલસાડ સ્‍ટેશને યુવાન પટકાયો

વાપીથી સયાજીનગરીમાં સુરત જઈ રહેલો દેવેન્‍દ્ર રાજપૂત ટ્રેનમાં ચઢવા જતા પટકાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી, વલસાડ વચ્‍ચે વિતેલા 24 કલાકમાં રેલવે અકસ્‍માતના બે બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. વલસાડ-સરોધી નજીક અજાણ્‍યા યુવકે ટ્રેનમાં પડતુ મુકી આપઘાત કર્યો હતો જ્‍યારે વલસાડ સ્‍ટેશન ઉપર ટ્રેનમાં ચઢવા જતા યુવક પટકાતા ગંભીર રીતે ઘાયલ થતા સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સરોધી નજીક રેલવે ટ્રેક ઉપર અજાણ્‍યા યુવકની ડેથ બોડી પડી હતી તેની જાણ પાયલોટે પોલીસને કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તારણમાં એવું જણાયું છે કે, કોઈ સ્‍થાનિક યુવાન છે તેની પાસેથી કોઈ ઓળખના પુરાવા મળ્‍યા નથી તેથી વાલી-વારસોએ નજીકના પો.સ્‍ટે.નો સંપર્ક કરવા જણાવાયું છે. બીજા બનાવમાં વાપીથી સયાજી નગરી ટ્રેનમાં સુરત જવા નિકળેલો યુવાન દેવેન્‍દ્ર રાજપૂત વલસાડ પ્‍લેટફોર્મઉપર ઉતર્યો હતો. ટ્રેન ચાલુ થઈ જતા કોચ પકડવા જતા નીચે પટકાતા ગરકાવ થયો હતો. અકસ્‍માતમાં ગંભીર ઈજા પહોંચતા વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. ડો.દિલીકાબેનએ પોલીસને જાણ કરતા પોલીસે નોંધ કરી વાલી વારસોની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સયાજીનગરી ટ્રેનમાં અપ-ડાઉનની વધુ ભીડ થતી હોવાથી અકસ્‍માત અવાર-નવાર બનતા રહે છે.

Related posts

કચીગામ હત્‍યા પ્રકરણમાં એક સગીર સહિત 4 આરોપીઓની દમણ પોલીસે મુંબઈથી કરેલી ધરપકડ

vartmanpravah

ઉમરગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસ કમિશનરના આકારણી માટેના પરિપત્રનું થઈ રહેલું ઉલ્લંઘન

vartmanpravah

ધરમપુરમાં આજે સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી સંમેલન યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.એ ગોવા સ્‍ટેટ કો-ઓ. બેંક લિ. પાસેથી બાકી નિકળતા રૂા.8.68 કરોડ મેળવ્‍યા

vartmanpravah

જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત

vartmanpravah

આજથી બોરડી ખાતે ચીકુ ફેસ્‍ટિવલનો થનારો પ્રારંભ

vartmanpravah

Leave a Comment