October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડવાપી

આજે દમણમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ભવ્‍ય રોડ શોઃ દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી ઉમટનારી હજારોની જનમેદની

દમણમાં ઉત્‍સવનો માહોલ : પ્રધાનમંત્રીના પસાર થનારા કાફલાના માર્ગને નવોઢાની જેમ શણગારાયા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18: આવતી કાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી વાપી-વલસાડ ખાતે રોડ શો અને ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે ત્‍યારે તેઓ દિલ્‍હીથી સીધા દમણ કોસ્‍ટગાર્ડના એરપોર્ટ ઉપર આવતી કાલે સાંજે લગભગ 5:30 કલાકે ઉતરાણ કરશે.
દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો કાફલો રોડ માર્ગે જવાનો હોવાથી તેમને આવકારવા માટે સમગ્ર દમણ થનગની રહ્યું છે. આવતી કાલે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી વિશાળ રોડ શો દ્વારા પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવશે.
દમણમાં યોજાનારો કાર્યક્રમ સંપૂર્ણપણે બિન રાજકીય રહેવાનો છે અને આ રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રીને આવકારવા અને તેમની એક ઝલક માણવા હજારો લોકો ઉમટી પડે એ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, શ્રી વિશાલભાઈ ટંડેલસહિતના તમામ નેતાઓ સક્રિય રીતે કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીશ્રીનો કાફલો દમણ એરપોર્ટથી મશાલ ચોક થઈ ધોબીતળાવ માર્ગે બસ સ્‍ટેન્‍ડના સામેથી રાજીવ ગાંધી સેતૂ નજીકથી ખારીવાડ થઈ વડચોકી અને ડેલ્‍ટીનથી દાભેલ ચેકપોસ્‍ટ જવાનો હોવાથી આ માર્ગને નવોઢાની જેમ શણગારવામાં આવ્‍યા છે. ઠેર ઠેર લાઈટિંગ અને ભાજપના બેનરોથી સમગ્ર પથને ભાજપમય બનાવી દેવાયું છે. દમણનું વાઈબ્રેશન સમસ્‍ત દક્ષિણ ગુજરાતમાં પસાર થતું હોવાથી ચૂંટણી પહેલાં આ એક બહુ મોટો રાજકીય દાવ પણ સાબિત થનારો છે.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી માધ્‍યમિક શાળા મસાટ ખાતે બે દિવસીય ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ધોરણ-10 અને 12નું પરિણામ જાહેર

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રાસાયણિક આપત્તિ અને સમુદ્ર કિનારાની સફાઈ બાબતે મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

કેન્‍દ્રીય આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ ડૉ. વિપુલ અગરવાલે સંઘપ્રદેશમાં ‘આયુષ્‍યમાન ભવઃ’ની કામગીરીની કરેલી સમીક્ષા

vartmanpravah

પ્રિ-મોન્‍સુન કામગીરી શરૂ થવા છતાં દમણમાં આ વર્ષે પણ ચોમાસાનું પાણી લોકોની મુસીબત વધારશે

vartmanpravah

Leave a Comment