Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ઍન.કે. દેસાઈ કોલેજમાં ઉલ્હાસ-૨૦૨૨ અંતર્ગત આંતર શાળા હરિફાઈઓ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14
પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ દ્વારા દર વર્ષે ઉલ્‍હાસ અંતર્ગત આંતર શાળા હરીફાઈઓ યોજાઈ છે. જેમાં આ વર્ષે કુલ 12 હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
કુલ 375 વિદ્યાર્થીઓ વાપીથી વાંસદા સુધીની શાળામાંથી આ હરીફાઈઓમાં ભાગ લીધો હતો. વકળક્‍તવ સ્‍પર્ધા, ક્‍વિઝ, હેર સ્‍ટાઈલ, રંગોળી, પોસ્‍ટર મેકિંગ, બોટલ ડેકોરેશન, બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ, લુડો, ટેનિસ ક્રિકેટ, બોક્‍સ ક્રિકેટ, બેડમિન્‍ટન અને સિંગિંગ હરીફાઈઓમાં વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
દર વર્ષની જેમ બેસ્‍ટ શાળાના એવોર્ડ માટે હરીફાઈઓ યોજાઈ હતી જેમાં સૌથી વધુ વિજેતા ટ્રોફી સાથે કલ્‍યાણી શાળા અતુલ બેસ્‍ટ સ્‍કૂલની વિજેતા બની હતી. બીજા નંબર પર બીઆરજેપી પારડીવાલા ઇંગ્‍લિશ મિડિયમ સ્‍કૂલ, પારડી અને ત્રીજા ક્રમે ભગિની સમાજ સ્‍કૂલ ઉદવાડા રહી હતી. કુલ 50 થી વધુ ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્‍યા હતા અને દરેક સ્‍પર્ધકોને રિટર્ન ગિફટ આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન કોલેજ ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું. સફળ આયોજન બદલ સોસાયટીના ચેરમેન શ્રી હેમંત દેસાઈ અને કોલેજના કેમ્‍પસડાયરેકટર દીપેશ શાહ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી રૂા. 13.પ1 લાખનો દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

વલસાડના નંદીગ્રામમાં સાંઈ મકરંદ દવેનીભવ્‍ય જન્‍મ શતાબ્‍દી ઉજવી શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

વાપીમાં 10 ઉપરાંત ગણેશ પંડાલોમાં નાણામંત્રીએ શ્રીજીની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો

vartmanpravah

દાનહના સુરંગીમાં જૂના ટાયરોનું રિસાયકલીંગ કરતી ઓઈસ્‍ટર કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

ઘોઘલાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સંપૂર્ણ રસીકરણ/ઓરિ-રુબેલા નાબુદી વિષય પર યોજાયેલી કાર્યશાળા

vartmanpravah

Leave a Comment