કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને વાંધા સુચનો મંગાવાયા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: આગામી નજીકના સમયમાં વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ પાડીને નવો પુલ બનાવવાની કામગીરીનો આરંભ થનાર છે તે પૂર્વે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું હતું. આ કામગીરી માટે જાહેર વાંધા-સુચનો મંગાવાયા હતા તે સંદર્ભમાં વાપી કોંગ્રેસ દ્વારા કલેક્ટરને ગતરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
વાપી કોંગ્રેસના કાર્યકરો અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસથી ચૂંટણી લડનાર જયશ્રીબેન પટેલની આગેવાની હેઠળ પાઠવાયેલ આવેદનથી કોંગ્રેસએ માંગ કરી હતી કે પુલના જે લોકોની મિલકતો જાય છે. તેમને વળતર મળે તદ્ઉપરાંત જે મિલકત બચે છે તેમના ઘરો સામે અવર-જવર માટેની જોગવાઈ કરવી તથા ઉદ્ભવનારી ટ્રાફિક સમસ્યા માટે ટ્રાયલ લઈ સ્થિતિનો અભ્યાસ કરવો જરૂરી છે. એસ.ટી. ડેપો પણ સ્થળાંતર થનાર હોવાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલી પણ ધ્યાને લેવી પડશે. અંડરપાસ બ્રિજમાં પાણી ભરાઈ જાય છે તે સમયે ટ્રાફિકની ઉદ્ભવતી સમસ્યા જેવાવિસ્તૃત મુદ્દાઓનું નિરાકરણ કે વૈકલ્પિક વ્યવસ્થાઓ અંગેનો અભ્યાસ કર્યા બાદ નવિન પુલ બાંધકામની કામગીરી કરવી જોઈએ તેવી કોંગ્રેસએ જાહેર હિતની માંગણીઓ કરી હતી.