Vartman Pravah
Breaking Newsજાહેરખબરદમણવાપી

લાયન્‍સ ક્‍લબ વાપી નાઈસના સહયોગથી દમણ પોલીકેબ યુનિટ-1ના ટ્રેનિંગ હોલમાં યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 54 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.18 : લાયન્‍સ ક્‍લબ વાપી નાઇસના સહયોગથી અને પોલીકેબના સૌજન્‍યથી દેશની બ્રાન્‍ડેડ વાયર અને ઉચ્‍ચ ગુણવત્તાની કેબલ ઉત્‍પાદક કંપની પોલીકેબના યુનિટ-1ના ટ્રેનિંગ હોલમાં શનિવારે રક્‍તદાન શિબિરનનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં 54 યુનિટ રક્‍ત એકત્ર કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, દમણ પોલીકેબ કંપનીના પ્રમુખ શ્રી રમેશ કુંદનાનીના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ મરવડ હોસ્‍પિટલના તબીબો દ્વારા સવારે 10:30 થી સાંજના 4:30 વાગ્‍યા દરમિયાન કંપનીના ટ્રેનિંગ હોલમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કંપનીના કર્મચારીઓએ સ્‍વૈચ્‍છિક રક્‍તદાન કર્યું હતું જેમાં 54 યુનિટ રક્‍ત એકત્ર થવા પામ્‍યું હતું. આ એકત્રિત થયેલ 54 યુનિટ રક્‍ત મરવડ હોસ્‍પિટલના વડા શ્રી હેમિંગ અગ્રવાલને સોંપવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શ્રી કુંદનાનીએ રક્‍તદાન કરનાર કર્મચારીઓનો દિલથી આભાર માન્‍યો હતો અને તેઓ સ્‍વૈચ્‍છાએ રક્‍તદાન કરીને જીવન બચાવવાની ભેટ આપે છે તેમ પ્રમાણપત્ર આપીને તેમનું મનોબળ વધાર્યું હતું. શ્રી કુંદનાનીએ જણાવ્‍યું હતું કે રક્‍તએક અમૂલ્‍ય સંસાધન છે. કારણ કે રક્‍ત કૃત્રિમ રીતે બનાવી શકાતું નથી, તે માત્ર દાન દ્વારા જ જરૂરિયાતમંદોને પહોંચાડી શકાય છે, તેથી રક્‍તદાન ખૂબ જ મહત્‍વપૂર્ણ છે.
આ પ્રસંગે લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઇસ તરફથી શ્રી શૈલેષ મહેતા-ચાર્ટર પ્રમુખ, શ્રી એસ. કે. શુક્‍લા-સભ્‍ય, શ્રી ઉમેશ સંઘવી-સભ્‍ય અને કંપનીના એચ.આર. સિનિયર મેનેજર શ્રી કાર્તિક પટેલ, સિક્‍યુરિટી શ્રી મેનેજર મુકેશ વૈષ્‍ણવ, એચ.આર. મેનેજર શ્રી કુમુદ ઝા, સેફટી મેનેજર ી જય મહેતા, શ્રી તાપસ પ્રામાણિક, શ્રી કે.વી. રાજુ અને ઉચ્‍ચ અધિકારીઓ અને સ્‍ટાફ આ ઉપસ્‍થિત રહી તેમની સેવા પ્રદાન કરી હતી.

Related posts

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીના દિવાળી સ્‍નેહ મિલનમાં ભૂદેવો ઉમટયા

vartmanpravah

ચીખલી તાલુકાના હોન્‍ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્‍ટ માસ્‍તરનો નિવૃત વિદાય સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

ભામટી માહ્યાવંશી નાઈટ ટૂર્નામેન્‍ટનો દબદબાભેર આરંભ

vartmanpravah

વલસાડની રોણવેલ 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા બીનવાડા ગામની મહિલાની 108માં સફળ ડિલેવરી

vartmanpravah

ઈ.સ. 1670માં જવ્‍હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો

vartmanpravah

દમણ જિલ્લાના મહત્તમ રસ્‍તાઓની હાલત જર્જરીત : ચોમાસા પહેલા રસ્‍તાઓની હાલત સુધરશે?

vartmanpravah

Leave a Comment