December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભામટી માહ્યાવંશી નાઈટ ટૂર્નામેન્‍ટનો દબદબાભેર આરંભ

માહ્યાવંશી સમાજના યુવાનોમાં ખેલદિલી અને સંગઠનની ભાવના વિસ્‍તારવાના હેતુથી ભામટી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજનઃ સમાજના ખેલાડીઓમાં ભારે ઉત્‍સાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: માહ્યાવંશી સમાજના યુવાનોમાં ખેલદિલી અને સંગઠનની ભાવના વિસ્‍તારવાના હેતુથી ભામટી ગામ દ્વારા બામણપૂજા નજીક ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ખાતે આવેલ આર.કે. ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આજે ભામટી માહ્યાવંશી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દમણ જિલ્લામાહ્યાવંશી સમાજના પૂર્વ પ્રમુખ અને સંઘપ્રદેશ પ્રશાસનના વિદ્યુત વિભાગના નિવૃત્ત સહાયક એન્‍જિનિયર શ્રી અનિલભાઈ દમણિયા અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આરંભ કરાવ્‍યો હતો. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં દમણ જિલ્લાના ક્રિકેટ ખેલાડીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
ભામટી માહ્યાવંશી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટની ફાઈનલ શનિવાર તા. 23મી ડિસેમ્‍બરના રોજ યોજવામાં આવનાર હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.

Related posts

ધરમપુર વ્‍યાસઆશ્રમ ખાતે દિપકસિંહ દેસાઈનો નિવૃત્તિ સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

દમણમાં 76મા સ્‍વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે નવેમ્‍બર, 1987માં યોજાયેલ પેટા ચૂંટણીમાં ગોપાલદાદા 59.76 ટકા મત સાથે વિજેતા બન્‍યા હતા

vartmanpravah

છેલ્લા 10 વર્ષમાં દાનહ સહિત સમગ્ર પ્રદેશ માટે જીવનરક્ષક બનેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગણદેવી નગરપાલિકા દ્વારા ગરબા ગ્રાઉન્‍ડની સાફ સફાઈ હાથ ધરવામાં આવી

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ચૈત્ર નવરાત્રી અને ગુડી પડવાની ભવ્‍ય ઉજવણી : અંબામાતા મંદિરે પ્રથમ નોરતાએ ભક્‍તો ઉમટયા

vartmanpravah

Leave a Comment