(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી તાલુકાના હોન્ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્ટ માસ્તરનો નિવૃત વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.
હોન્ડ ગામે પોસ્ટ ઓફિસમાં જુલાઈ-78 માં ફરજ પર જોડાઈ સતત 45-વર્ષની નોકરી બાદ નિવૃત થનાર પોસ્ટ માસ્તર મંજુલાબેન આલીપોરવાલાનો વિદાય સન્માન સમારોહ યોજાતા શરૂઆતમાં ગામના અગ્રણી હેમંતભાઈ દેસાઈએ ઉપસ્થિતોને આવકારી મંજુલાબેનની કામગીરીને બિરદાવી હતી. ટપાલ વિભાગની ગ્રામીણ ટપાલ જીવન વીમા, મહિલા સમૃધ્ધિ યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજનામાં ઉતકષ કામગીરી બદલ નવસારી ડિવિઝન દ્વારા મંજુલાબેનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ફરજ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી પ્રાપ્ત કરી ગામનું ગૌરવ વધારનાર મંજુલાબેન આલીપોરવાલાનું ગામના સરપંચ દીપકભાઈ, કૃણાલભાઈ મિષાી, પ્રકાશભાઈ જરીવાળા, સુરેશભાઈ પંડ્યા, પ્રકાશભાઈ રાવલ સહિતના આગેવાનો દ્વારા સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને તેમની ફરજ નિષ્ઠાને બિરદાવી શ્રેષ્ઠ દીધાર્યુ જીવન માટે શુભેચ્છાપાઠવી હતી.
મંજુલાબેન આલીપોરવાલાએ પણ પોતાની ફરજ દરમ્યાન સહકાર માટે ગામના તથા આસપાસના વિસ્તારના લોકો અને સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ગામના અગ્રણી અરવિંદભાઈ ઉપરાંત રસિકભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.