(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.18 : લાયન્સ ક્લબ વાપી નાઇસના સહયોગથી અને પોલીકેબના સૌજન્યથી દેશની બ્રાન્ડેડ વાયર અને ઉચ્ચ ગુણવત્તાની કેબલ ઉત્પાદક કંપની પોલીકેબના યુનિટ-1ના ટ્રેનિંગ હોલમાં શનિવારે રક્તદાન શિબિરનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 54 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, દમણ પોલીકેબ કંપનીના પ્રમુખ શ્રી રમેશ કુંદનાનીના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ મરવડ હોસ્પિટલના તબીબો દ્વારા સવારે 10:30 થી સાંજના 4:30 વાગ્યા દરમિયાન કંપનીના ટ્રેનિંગ હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના કર્મચારીઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું જેમાં 54 યુનિટ રક્ત એકત્ર થવા પામ્યું હતું. આ એકત્રિત થયેલ 54 યુનિટ રક્ત મરવડ હોસ્પિટલના વડા શ્રી હેમિંગ અગ્રવાલને સોંપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી કુંદનાનીએ રક્તદાન કરનાર કર્મચારીઓનો દિલથી આભાર માન્યો હતો અને તેઓ સ્વૈચ્છાએ રક્તદાન કરીને જીવન બચાવવાની ભેટ આપે છે તેમ પ્રમાણપત્ર આપીને તેમનું મનોબળ વધાર્યું હતું. શ્રી કુંદનાનીએ જણાવ્યું હતું કે રક્તએક અમૂલ્ય સંસાધન છે. કારણ કે રક્ત કૃત્રિમ રીતે બનાવી શકાતું નથી, તે માત્ર દાન દ્વારા જ જરૂરિયાતમંદોને પહોંચાડી શકાય છે, તેથી રક્તદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ વાપી નાઇસ તરફથી શ્રી શૈલેષ મહેતા-ચાર્ટર પ્રમુખ, શ્રી એસ. કે. શુક્લા-સભ્ય, શ્રી ઉમેશ સંઘવી-સભ્ય અને કંપનીના એચ.આર. સિનિયર મેનેજર શ્રી કાર્તિક પટેલ, સિક્યુરિટી શ્રી મેનેજર મુકેશ વૈષ્ણવ, એચ.આર. મેનેજર શ્રી કુમુદ ઝા, સેફટી મેનેજર ી જય મહેતા, શ્રી તાપસ પ્રામાણિક, શ્રી કે.વી. રાજુ અને ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ આ ઉપસ્થિત રહી તેમની સેવા પ્રદાન કરી હતી.