(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: દાનહ ‘સેવા ફાઉન્ડેશન’ દ્વારા નવમો યુનાની મેગા ચિકિત્સા કેમ્પ ઘાંચી જમાત ખાના બાવીસ ફળીયા સેલવાસ ખાતે યોજવામાં આવ્યો હતો. આ ચિકિત્સા કેમ્પમાં વાપી, સુરત, મુંબઈ અને સેલવાસના ડોક્ટરોની ટીમ દ્વારા સ્નાયુ સંબંધિત રોગ, ડાયાબિટીસ, આર્થરાઇટ્સ, પથરી, કોલેસ્ટેરોલ, પાચન સંબંધી સમસ્યા,સ્ત્રીરોગો, ગુપ્ત રોગ વગેરેના ઈલાજ માટે તપાસણી કરવામાં આવી હતી. યુનાની પધ્ધતિથી ચિકિત્સા કરવામાં આવી જેમાં 130 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. સેવા ફાઉન્ડેશન તરફથી સેવાઆપનાર સેવાભાવીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.