April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવલસાડવાપીસેલવાસ

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23 : દાદરા નગર હવેલી અને દમણ-દીવનાપ્રશાસકશ્રીના દિશાનિર્દેશ અનુસાર સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગામ તરફ’ રખોલી પંચાયત ઘર ખાતે સાયલી, મસાટ, સામરવરણી ગામના લોકોને સરકારની વિવિધ સેવાઓ ઘરઆંગણે જ મળી રહે તે માટે ‘પ્રશાસન ગામ તરફ’શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં મામલતદાર વિભાગ, સર્વે અને બંદોબસ્‍ત વિભાગ, જમીન સંપાદન વિભાગ, જમીન સુધારણાં વિભાગ, કોષ વિભાગ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ, જિલ્લા પંચાયત, સમાજ કલ્‍યાણ વિભાગ, શ્રમ વિભાગ, ચૂંટણી વિભાગ, ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, ટપાલ વિભાગ, કળષિ વિભાગ, પશુપાલન વિભાગ, બેંક ઓફ બરોડા, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, જિલ્લા ઉદ્યોગ, સડક પરિવહન વિભાગ, શિક્ષણ વિભાગ અને આધારકાર્ડ વિભાગ દ્વારા વિવાદિત મામલામાં માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું અને વિવિધ પ્રશાસનિક સેવાઓ આપવામાં આવી હતી. જેમાં અંદાજીત 1850થી વધુ લાભાર્થીઓએ ઉપસ્‍થિત રહી લાભ લીધો હતો.
આ શિબિરમાં દાનહ પ્રશાસનના વિવિધ વિભાગોમાં કુલ 1344 અરજીઓનો સ્‍વીકાર કરવામાં આવ્‍યો હતો જેમાંથી 721 લાભાર્થીઓને સ્‍થળ પર જ સેવાઓ આપવામાં આવી. આ અવસરે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, નિવાસી નાયબ કલેક્‍ટર અને ઉપ જિલ્લા મેજીસ્‍ટ્રેટ સુશ્રી ચાર્મી પારેખ, જિલ્લા પંચાયતના મુખ્‍ય અધિકારી ડો.અપૂર્વ શર્મા, રખોલી વિભાગના જિ.પં. સભ્‍ય અને જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી દિપકકુમાર છોટુભાઈ પ્રધાન, રખોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ચંદનબેન દિનેશભાઈ પટેલ, પંચાયતના સભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણની સરકારી કોલેજમાં રેગિંગ વિરોધી કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

નવસારી વાંસી બોરસીમાં પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમ પૂર્વે સભા સ્‍થળે 1 કિમીથી વધુ લંબાઈની બે વીજલાઈન નંખાઈ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં બાળ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah

લોકસભા ચૂંટણી સંદર્ભે દાનહ કોંગ્રેસ પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસ કમિશનરના આકારણી માટેના પરિપત્રનું થઈ રહેલું ઉલ્લંઘન

vartmanpravah

Leave a Comment