(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.07: લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લ દ્વારા અવાનવાર મેડિકલ કેમ્પ તથા અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરી છેવાડાના વ્યક્તિઓને આવી પ્રવૃત્તિનો લાભ મળે એવા પ્રયત્નો કરી રહી છે.
લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લે કિલ્લા પારડી સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને રેફરલ હોસ્પિટલના સહયોગથી એક ડાયાબિટીસ તથા અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 3300 વધુ દર્દીઓએ લાભ લીધો હતો.
તારીખ 21 થી 28 નવેમ્બર દરમ્યાન યોજાયેલ આ કેમ્પમાં રેફરલ હિસ્પિટલના ડો.વીરેન્દ્ર ગરાઈ, ડો.સરિતા હાંડા તેમજ હોસ્પિટલના સ્ટાફે સેવાઓ આપી હતી.
લાયન્સ ક્લબ પારડી પર્લના પ્રેસિડેન્ટ લા.મોહમ્મદ નલવાલા, ઉપરાંત ડિસ્ટ્રીકટ કેબિનેટ સેક્રેટરી લા.પ્રેમલસિંહ ચૌહાણ, સેક્રેટરી લા.પ્રેરણા પટેલ, ટ્રેઝરર લા.ભરતભાઈ ડી.દેસાઈ, ઉપરાંત લા.શરદ દેસાઈ, લા.સમીર પી. દેસાઈ, લા.કેજરભાઈમુસાની, લા.બળવંત પટેલ, લા.શાંતિલાલ પટેલ, લા.પિંકેશ પટેલ, લા.ડો.નીતિન પટેલ, લા.ડો.કેવિન મોદી વગેરે સભ્યો હાજર રહી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા.
આ પ્રસંગે ડિસ્ટ્રીકટ ચેરપરસન લા.નામ્બિ યાર તરફથી લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લ ને રૂપિયા 5000 નું રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું.