October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પતંજલિ યોગ પીઠના 28મા સ્‍થાપના દિવસની મહિલા પતંજલિ યોગ સમિતિ વાપી દ્વારા કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: યોગ આયુર્વેદ શિક્ષા સ્‍વદેશી વેદિક સંસ્‍કળતિ માધ્‍યમથી વ્‍યક્‍તિ વિકાસ રાષ્‍ટ્રીય વિકાસ હેતુ છેલ્લા 27 વર્ષથી સતત પ્રયત્‍નશીલ એવી પતંજલિ યોગપીઠ 28મા સ્‍થાપના દિવસ નિમિત્તે વાપી અંબા માતા મંદિરના પટાંગણમા મહિલા પતંજલિ યોગ સમિતિ વાપી દ્વારા અગ્નિહોત્રી યજ્ઞ અને સામૂહિક સૂર્યનમસ્‍કારનું આયોજન કરાયું હતું જેમાં દમણથી જિલ્લા અધ્‍યક્ષ શ્રી રમેશભાઈ દાબુલકર, શ્રી રાજેશભાઈ કોકાટે, જિલ્લા પ્રભારી વર્ષાબેન ભટ્ટ, ટેસીલ પ્રભારી યોગ શિક્ષક મિત્તલબેનપટેલની ટીમ દમણથી અને આજુબાજુના ગામ કુંતા, કરવડ અને વાપી વિસ્‍તારના યોગ સાધકોએ હાજરી આપી હતી અને ઉમરગામથી શ્રી રજનીભાઈ માંડેલકર ઉપસ્‍થિત રહ્યા હતા તેમજ પુનિતાબેન આંચલ શાહ બીજેપી કાર્યકર, તસલીમબેન જે ખાસ હાજર રહ્યા હતા તેમજ અમારા ગુરુ શીલાબેન વશી દ્વારા પતંજલિની ચાલતી ચેનલ આસ્‍થા, આસ્‍થા ભજન અને વૈદિક ચેનલમાં જોડાવા માટે પતંજલિની 27 વર્ષની ગૌરવ શાળી યાત્રા અને તેની જાણકારી માટે ફ્રી ડાઉનલોડ કરી જાણકારી મળશે. તેમજ 80 જેટલી બહેનોએ સામૂહિક સૂર્ય નમસ્‍કાર કર્યા હતા અને પતંજલિ યોગ શિક્ષક નીતલબેન દોશીની ટીમ પ્રફુલ્લાબેન, મદાકીનીબેન, શીતલબેનને યોગ શિક્ષકો ટીમ દ્વારા શિસ્‍તબધ્‍ધ રીતે યજ્ઞ તેમજ સૂર્ય નમસ્‍કાર કરી 28મા પતંજલિ સ્‍થાપના દિવસની ઉજવણી કરી હતી. પતંજલિ યોગ મહિલા સમિતિએ અંબા માતા મંદિરના ટ્રસ્‍ટી શ્રી કમલેશભાઈ પટેલનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડમાં દિવ્‍યાંગ બાળકોના એસેસમેન્‍ટ કેમ્‍પનું અયોજન કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવ સંગઠન મંત્રી વિવેક ધાડકરનામાર્ગદર્શનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મંડળની સંગઠનાત્‍મક બેઠક યોજી

vartmanpravah

નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

vartmanpravah

મોટી દમણ વાત્‍સલ્‍ય સ્‍કૂલ ખાતે ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” અંતર્ગત પ્રદર્શન યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને વધાવવા આજે થનગની રહેલું સમગ્ર નરોલી ગામ

vartmanpravah

સેલવાસ પોલીસ સ્‍ટેશનની સામે શોપિંગ સેન્‍ટરના 7 દુકાનના તાળા તૂટયા

vartmanpravah

Leave a Comment