Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહેલા અજાણ્‍યા રાહદારીનું ટ્રકની ટક્કરથી ઘટના સ્‍થળે જ મોત

વાહનો અને ટ્રાફિકની સહેજ પણ દરકાર કર્યા સિવાય હવે વાપીમાં રોડ ક્રોસ કરવો એટલે જોખમને આમંત્રણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીની ભૌગોલિક સ્‍થિતિ અને રાત-દિવસના ચોતરફા વિકાસની ચાલી રહેલી રફતાર એટલી જ આડઅસરોની ભેટ આપી રહી છે. એવરેજ વાપી વિસ્‍તારમાં અકસ્‍માોતની સંખ્‍યા દિન પ્રતિદિન વધી રહી છે તેવો વધુ એક અકસ્‍માત સોમવારે રાત્રે વાપી હાઈવે ઉપર થયો હતો. રોડ ક્રોસ કરી રહેલ અજાણ્‍યા રાહદારીને ટ્રકે ટક્કર મારી દેતા ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું.
વાપી હાઈવે સ્‍ક્‍વોડા શો રૂમની સામે પુરઝડપે આવી રહેલી ટ્રકે રોડ ક્રોસ કરી રહેલ રાહદારીને ટક્કર મારી ટ્રક ચાલક નાસી છુટયો હતો. ઘટનાની જાણ થતો ટાઉન પોલીસ અને લોકો એકઠા થઈ ગયા હતા. મૃતકની ઓળખ કરવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વાહનોની વધેલી સંખ્‍યા અને ટ્રાફિકની પેચીદી સમસ્‍યાના ભરડામાંથી પસાર થઈ રહેલ વાપીમાં કોઈપણ જગ્‍યાએ રોડ ક્રોસ કરવો હવે અતિ જોખમી બની રહ્યો છે. છતાં લોકો રોડ ક્રોસ કરી મોતને ભેટે છે અને પરિવારને દુઃખની ગર્તામાં ધકેલતા જાય છે.

Related posts

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ

vartmanpravah

એસ.આઈ.એ.ની અર્ધવાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપરથી 8.22 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ પીકઅપ ઝડપાઈ

vartmanpravah

ગેરકાયદેસર દુકાનમાં પ્રવેશી તોડફોડ કરનાર જમીન માલિકો જેલભેગા

vartmanpravah

વલસાડના સરકારી પુસ્‍તકાલય ખાતે પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

Leave a Comment