(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
દાદરા નગર હવેલી પોલીસ દ્વારા લોકસભાની પેટા ચૂંટણીને ધ્યાનમાં લઈ નરોલી ગામે પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્વામીના આદેશ અનુસાર ફલેગ માર્ચ કાઢવામા આવી હતી. જેની શરૂઆત પોલીસ ચોકીથી કરી આખા ગામમાં ફરી હતી. આ ફલેગ માર્ચમાં પીએસઆઈ, પોલીસકર્મીઓ પેરામિલિટ્રી ફોર્સની ટીમ પણ જોડાઈ હતી.
Previous post