April 26, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વહાલી દીકરી પ્રગતિ મંડળ લીલાપોરના નેજા હેઠળ પ્રથમ સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

લીલાપોરની માહ્યાાવંશી પરિવારની પરિણીત મહિલાઓ વર્ષો બાદ એક મંચ ઉપર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વલસાડ તાલુકાના લીલાપોર ગામની પરણીત દીકરીઓ વર્ષો બાદ એક મંચ ઉપર આવે તેવા આશયથી તા.25-12- 22 ના રોજ એક કાર્યક્રમ વહાલી દીકરી પ્રગતિ મંડળ લીલાપોરનાનેજા હેઠળ પ્રથમ તોહ મિલન સમારોહ વલસાડ કોલેજ રોડ ઉપર આવેલ એમ સ્‍ક્‍વેર મોલમાં યોજાયો હતો. જેમાં 25 વર્ષથી લઈ 75 વર્ષ સુધીની મહિલાઓ, બાળકો, વડીલો ભેગા થયા હતા.
વલસાડ તાલુકાના ઔરંગા નદીના કિનારે વસેલું લીલાપોર ગામ કે જ્‍યાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા હોય અને અવર-જવર બંધ થઈ જતી હોય છે ત્‍યારે આજથી 70 વર્ષ અગાઉની પરિસ્‍થિતિની કલ્‍પના કરતા જ વિચારતા થઈ જવાય તેવી પરિસ્‍થિતિ વચ્‍ચે લીલાપોર ગામના કાંઠા ફેક્‍ટરી પાછળ રહેતાᅠમાહયાવંશી પરિવારે અભ્‍યાસ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે. આ ગામોમાં ડોક્‍ટર, એન્‍જિનિયર, એડવોકેટ, બેંક ક્ષેત્રે તેમજ ટેક્‍નિશિયનો તેમજ વિદેશમાં વસવાટ કરી ઉચ્‍ચ સિદ્ધિઓ હાંસલ કરી છે ત્‍યારે આ ગામની આશરે 70 થી વધુ જેટલી પરણીત દીકરીઓ ભેગી થઈ એક મંચ ઉપર આવી હતી જોકે ઉપસ્‍થિત રહેલ મહિલાઓનો ઉદ્દેશ એ હતો કે દરેક પોત પોતાના પરિવારમાં વ્‍યસ્‍ત બન્‍યા છે અને વર્ષો સુધી સુખ દુઃખમાં મળી શકતા નથી જેમાં કોરોના સમય દરમિયાન કેટલાકે પોતાના પરિવારમાં સ્‍વજનો ગુમાવ્‍યા છે ત્‍યારે હવે પછી આ ગામની મહિલાઓ દરેક મહિલાના સાસરે જશે અને જે કંઈ જરૂરિયાત હશે તો તેને આ બેનર હેઠળ મદદરૂપ બનશે તેટલું જ નહીં પરંતુ દર વર્ષે ગામનીતમામ દીકરીઓ ભેગી થશે જોકે કેટલીક દીકરીઓ એવી રહી છે કેમ જે પોતાના પિયર જઈ શકતી નથી અને જે દીકરીઓ એકબીજાને મળતા પોતાના પિયર આવી હોય તેવું અનુભવ્‍યું હતું ત્‍યારે આ સિલસિલો કાયમનો બની રહે એવી તમામ મહિલાઓએ આશા વ્‍યક્‍ત કરી હતી.

Related posts

ખંડણી વસૂલી, અસામાજિક પ્રવૃત્તિ, આદિવાસીઓની જમીન હડપ કરવી જેવી પ્રવૃત્તિમાં લિપ્ત દાનહના 4 શખ્‍સો પાસામાં ધકેલાયાઃ જિલ્લાપ્રશાસને જારી કરેલો આદેશ

vartmanpravah

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

રેટલાવ ગામેથી સાતજેટલા જુગારિયા ઝડપ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશમાં સામેલ કરવાના સૈધ્‍ધાંતિક નિર્ણય સાથે કપરાડા તાલુકાના મેઘવાળ ગામનું ઉઘડેલું ભાગ્‍ય

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ અને સભ્‍યો દ્વારા આ વર્ષે 1600 ગરમ ધાબડાનું જરૂરિયાત મંદોને વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશન દ્વારા 835 પિધ્‍ધડો ઝડપાયા

vartmanpravah

Leave a Comment