January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની સેગવી હાઈસ્‍કૂલના મેદાન પર માનસિક દિવ્‍યાંગ બાળકોની રમત સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: સ્‍પેશિયલ ઓલિમ્‍પિકભારત, ગુજરાત દ્વારા વલસાડ તાલુકાના સેગવી ગામમાં આવેલી સર્વોદય હાઈસ્‍કૂલના મેદાન પર ફક્‍ત માનસિક દિવ્‍યાંગો માટેની જિલ્લા કક્ષાની રમતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વલસાડ, વાપી, પારડી અને સેલવાસના 125 બાળકોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ ઉપસ્‍થિત રહી બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતા. વધુમાં તેમણે સ્‍પેશિયલ ઓલિમ્‍પિકની કામગીરીને પણ બિરદાવી હતી. આ સાથે સર્વોદય હાઈસ્‍કૂલના ટ્રસ્‍ટીગણ, સેગવી અને તિથલ ગામના સરપંચો ઉપસ્‍થિત રહ્યા હતા. આ સ્‍પેશિયલ ઓલિમ્‍પિકને સફળ બનાવવા માટે ગ્રોથ એન્‍ડ ડેવલપમેન્‍ટ મેનેજર દીપકભાઈ નાઈકા, સ્‍પોર્ટ ડાયરેક્‍ટર ગજુભાઈ પટેલ, કમિટી મેમ્‍બર અરમાબેન દેસાઈ, સોનલબેન મિષાી, નરેશભાઈ, ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટના પ્રમુખ અશોકભાઈ પટેલ અને સ્‍પેશિયલ ઓલિમ્‍પિકની જિલ્લા કક્ષાની કમિટીના ચેરમેન કૌશલભાઈ પારેખે જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ અરમાબેન દેસાઈએ કરી હતી. શુભેચ્‍છકો તરફથી દરેક સંસ્‍થાને ટ્રોફી તેમજ બાળકોને પ્રોત્‍સાહન ઈનામ આપવામાં આવ્‍યા હતા.

Related posts

એસ.આઈ.એ.ની અર્ધવાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

લુહારી ફાટક નજીક રીક્ષા પલ્‍ટી મારતા રિક્ષાચાલક ઘાયલ

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ઈન્‍ટૂકના પ્રમુખ પદેથી તરંગભાઈ પટેલને બર્ખાસ્‍ત કરવાનો જારી કરેલો પ્રદેશ પ્રભારીએ આદેશ

vartmanpravah

નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે આંબા કલમની ફૂટ (મૌર) પર વર્તાયેલી માઠી અસર

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

vartmanpravah

વલસાડ-ડુંગરી રેલવે અપ-ડાઉન ટ્રેક ઉપર રાત્રે ગૌવંશો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટયા

vartmanpravah

Leave a Comment