Vartman Pravah
ગુજરાતદમણસેલવાસ

સેલવાસ સ્‍ટેડીયમ ખાતે ઉત્તર ભારતીય ક્રિકેટ લીગ સીઝન-2નો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12 : દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેનાસ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ પર ઉત્તર ભારતીય ક્રિકેટ લીંગ સીઝન-2નો શુભારંભ કરવામાં આવ્‍યો છે. જેમાં કુલ 7 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં મિર્જાપુર ટાઇગર્સ, યુપી અયોધ્‍યા, બિહાર સુપર કિંગ્‍સ, આજમગઢ રાઈડર્સ, અયોધ્‍યા એવેન્‍જર્સ, બસ્‍તી બ્‍લાસ્‍ટર્સ અને સાસારામ કિંગ્‍સનો સમાવેશ થયો છે.
ટૂર્નામેન્‍ટની શરૂઆત મુખ્‍ય અતિથિ ક્ષિતિજ યાદવ અને નાગેન્‍દ્ર સિંહ દ્વારા કરવામાં આવ્‍યું હતું. કમિટી મેમ્‍બરે ઉપસ્‍થિત મહાનુભાવોને પુષ્‍પગુચ્‍છ અને ભાગવત ગીતા આપી સ્‍વાગત કરવામા આવ્‍યું હતું. આ ટૂર્નામેન્‍ટ પાંચ દિવસ ચાલશે અને ફાઈનલ મેચ 14 જાન્‍યુઆરીના રોજ રમાડવામાં આવશે. વિજેતા ટીમને 75 હજાર અને ટ્રોફી અને રનર્સઅપને 51 હજાર રૂપિયા અને ટ્રોફી આપવામાં આવશે અને મેન ઓફ ધ મેચને હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ બાઈક આપવામાં આવશે. આ સાથે સુંદર પ્રદર્શન કરનાર ખેલાડીઓને પ્રોત્‍સાહિત ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે. આ અવસરે મુખ્‍ય અતિથિ શ્રી ક્ષિતિજ યાદવ અને શ્રી નાગેન્‍દ્ર સિંહ, પી.આઈ. શ્રી કે.બી.મહાજન, શ્રી અનિલ દીક્ષિત, શ્રી બી.કે.ત્રિપાઠી સહીત સમાજના અગ્રણીઓ અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ પંચાયત માર્કેટના વેપારીઓની સમસ્‍યાનું સમાધાન કરતા ન.પા. ચીફ ઓફિસર

vartmanpravah

સેલવાસમાં ગણપતિ વિસર્જન દરમ્‍યાન એક યુવાન નદીમાં ડૂબ્‍યો

vartmanpravah

સોમવારથી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા થનારી આઈકોનિક વીકની ઉજવણીઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વક્‍તવ્‍યનું સીધું પ્રસારણ નિહાળવા દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિમમાં આયોજન

vartmanpravah

ગુરૂવારની મોડી રાત્રિએ પડેલા ધોધમાર વરસાદના કારણે ખાનવેલ-દૂધની રોડ પર ખાડામાં પડેલી ઈલેક્‍ટ્રીક બસને ક્રેન વડે બહાર કઢાઈ

vartmanpravah

‘‘હું રઘવાયો નહીં, મરણિયો બન્‍યો છું”: સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો : ક્‍યાંક ગરમી તો ક્‍યાંક ઝરમર વરસાદનો નજારો

vartmanpravah

Leave a Comment