(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વાપી ડેપોના ડ્રાઇવર કંડકટર દ્વારા ફરી એક વખત પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. આજરોજ ઉમરગામથી વાપી આવતી બસ જેમાં ડ્રાઇવર તરીકે મકવાણા અમરસિંહભાઈ તેમજ મહિલા કંડકટર તરીકે ફરજ બજાવતા અમિતાબેન ખેર બેઝ ન 1241 જેવો વાપી આવતા બસ વર્કશોપમાં જતા પહેલા ચેક કરતા એક બિન વારશિ બેગ મળી આવેલ. જેમાં કપડા, ચાર જેટલા બેંકના એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, સેન્ટની બોટલો તેમજ 2500 રૂપિયા રોકડા બેગની અંદર હતા. સદર બિનવાર્ષિક બેગને વાપી ડેપોના સ્ટેન્ડ ઈન્ચાર્જ ધનસુખભાઈ એમ.પટેલને જમા કરાવતા ધનસુખ પટેલે મુસાફરની શોધ કરતા બપોર સુધીમાં સદર મૂળ માલિક અશફાકભાઈ અરબ રહેવાસી સંજાણ, ઉમરગામ રોડ પર જેઓને બોલાવી તેમના પુરાવા રજૂ કરતા બેગ તેમને સુપ્રત કરેલ છે. આમ વાપી ડેપોના ડ્રાઇવર કંડક્ટરો કાયમના માટે પ્રમાણિકતાનું એક મીશાલ બનેલ છે જેનો ઉત્તમ ઉદાહરણ તમે આ બેગ સૂપ્રત કરતા અશફાકભાઈ આરબ દ્વારા આભારની લાગણી પણ વ્યક્ત કરેલ છે.
