October 20, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં દાનહ-દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના જન પ્રતિનિધિઓએ દિલ્‍હીની લીધી મુલાકાત

સંઘપ્રદેશના સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તેમની દિલ્‍હી મુલાકાતના પ્રથમ દિવસે, જૂના અને નવા સંસદ ભવન, યશોભૂમિ તથા દ્વારકા સ્‍થિત અત્‍યાધુનિક સંમેલન કેન્‍દ્ર નિહાળી થયા અચંબિત

બીજા દિવસે તમામ જન પ્રતિનિધિઓએ ઉપ રાષ્‍ટ્રપતિશ્રીના નિવાસસ્‍થાન વી.પી. એન્‍ક્‍લેવની મુલાકાત લઈ તેમના કાર્યાલય દ્વારા આપવામાં આવેલા આમંત્રણ અને વ્‍યવસ્‍થા બદલ સૌએ માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.16 : દેશના ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે તેમની કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાત દરમિયાન આપેલા આમંત્રણના અનુસંધાનમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્‍યો તથા સરપંચોએ દિલ્‍હીની મુલાકાત લીધી હતી.
અત્રે નોંધનીય છે કે, દેશના ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે પોતાની દમણ મુલાકાત દરમિયાન સોમનાથ ગ્રામ પંચાયત ખાતે દમણના સરપંચો તથા જિલ્લા પંચાયત સભ્‍યોને દિલ્‍હી ખાતે નવી અને જૂની સંસદ સહિત વિવિધ વિકાસના મોડેલોનિહાળવા માટે આમંત્રણ આપ્‍યું હતું. જેના અનુસંધાનમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા પંચાયત, સેલવાસ, દમણ અને દીવ નગરપાલિકા તથા પ્રદેશના ત્રણેય જિલ્લાની ગ્રામ પંચાયતોના સરપંચો સહિત સબંધિત અધિકારીઓ મળી 125 જેટલા પ્રતિનિધિઓની ટીમ ગત તા.15મી ઓક્‍ટોબરે રાજધાની દિલ્‍હી ખાતે પહોંચી ગયા હતા. જ્‍યાં તેઓએ પ્રથમ દિવસે, જૂના અને નવા સંસદ ભવન, યશોભૂમિ તથા ગત વર્ષે જ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કરકમલો દ્વારા જેનું ઉદ્‌ઘાટન કરાયું હતું એવા દ્વારકા સ્‍થિત અત્‍યાધુનિક સંમેલન કેન્‍દ્રની માર્ગદર્શિત પ્રવાસ મુજબ મુલાકાત લીધી હતી. જ્‍યારે બીજા દિવસે તમામ પ્રતિનિધિઓએ ઉપ રાષ્‍ટ્રપતિ મહોદય શ્રી જગદીપ ધનખડની તેમના નિવાસસ્‍થાન વી.પી. એન્‍ક્‍લેવ ખાતે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી અને ઉપ રાષ્‍ટ્રપતિ મહોદયશ્રીના કાર્યાલય દ્વારા આમંત્રણ અને વ્‍યવસ્‍થા કરવા બદલ સૌએ તેમનો આભાર માન્‍યો હતો.
અત્રે યાદ રહે કે, આવા એક્‍સપોઝર પ્રવાસો ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિવિધ સ્‍તરે લોકતાંત્રિક સંસ્‍થાઓની કામગીરીની પ્રશંસા કરવા માટે પ્રોત્‍સાહિત કરે છે અને તેમને પાયાના સ્‍તરે લોકોના જીવનની સુધારણા માટે નિઃસ્‍વાર્થ સેવા પૂરી પાડવા માટે પ્રોત્‍સાહિત કરે છે. તમામ ચૂંટાયેલા સભ્‍યોએ આટલાઓછા સમયમાં આટલી સુઆયોજિત મુલાકાતનું આયોજન કરવા માટે સંઘપ્રદેશ પ્રશાસને લીધેલી પહેલની ખુબ જ પ્રશંસા કરી હતી.

Related posts

ફડવેલની એચ.ડી. સાર્વજનિક વિદ્યામંદિરના કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્‍તે કરવામાં આવ્‍યું

vartmanpravah

સરીગામ પંચાયતે પ્રિમોન્‍સૂન કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

ડાંગ જિલ્લાના આહવામાં યોજાયેલ જિલ્લા કક્ષાના વાર્ષિક શૈક્ષણિક સંમેલનમાં નડગખાડી પ્રાથમિક શાળાનું નૃત્‍ય પ્રથમ આવતા શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

vartmanpravah

રાષ્‍ટ્રિય સેવા યોજના દાદરા નગર હવેલી અને દમણ અને દીવના સ્‍વયંસેવકોની દિલ્‍હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસ પરેડમાં થયેલી પસંદગી

vartmanpravah

ચીખલી તાલુકામાં ભાજપના ગાવ ચલો અભિયાન અંતર્ગત આગેવાનો ગામડા ખુંદી દરેક બુથ પર જઈ સરકારની યોજનાઓથી લોકોને વાકેફ કરશે

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના વિસ્‍તારમાં હેલિકોપ્‍ટરના ત્રણ-ચાર આંટા ફેરાથી લોકોમાં કૂતુહલ

vartmanpravah

Leave a Comment