(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વન વિભાગ દ્વારા પ્રદેશમાં વિવિધ પંચાયતોમાં એક અઠવાડિયા દરમ્યાન વડ, પીપળો અને ઉંબરાના છોડોનું વાવેતર કરવાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પંચાયત સભ્યો, સરપંચો, ગ્રામજનો સહીત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાનહના ખાનવેલ, સુરંગી, આંબોલી અને પંચાતયતો તથા દમણમાં દમણવાડા સહિતની પંચાયતોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એક સમય એવો હતો જ્યારે સેલવાસ અને આજુબાજુના વિસ્તારમાં વડ, પીપળા અને ઉંબરાના ઝાડો મોટી સંખ્યામાં જોવા મળતા હતા. પ્રદેશમાં વિકાસની લ્હાયમાં આ બધા વડ અને પીપળાનાઝાડોનું નિકંદન નીકળી ગયું છે. હાલમાં એની સંખ્યા ગણીગાંઠી જ રહી જવા પામી છે.