July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

વર્ષો પછી પહેલા વરસાદમાં કેલિયા ડેમ અને જૂજ ડેમ છલકાયાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.13: ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે વાંસદા તાલુકામાં આવેલ જૂજ ડેમ અને કેલીયા ડેમ ઓવરફ્‌લો થયો છે. એક સાથે બન્ને ડેમો જૂજ ડેમ અને કેલીયા ડેમ ઓવરફ્‌લો થતા ધરતીપુત્રોને રાહત થવા પામી છે. બન્ને ડેમો ઓવરફ્‌લો થતા વાંસદા-ચીખલી અને ગણદેવી મળી 25 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. જૂજ અને કેલીયા ડેમ ઓવરફ્‌લો થતા વાંસદા-ચીખલીના ધારાસભ્‍ય અનંત પટેલ તેમજ કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા જૂજ અને કેલીયા ડેમ ખાતે પાણીના વધામણા કરવામાં આવ્‍યા હતા. જૂજ ડેમ કાવેરી નદી પર બન્‍યો હોય જેથી કાવેરી નદીમાં પૂર જેવી પરિસ્‍થિતિનું નિર્માણ થવા પામ્‍યું છે. તો કેલીયા ડેમ ઓવરફ્‌લો થતા ખરેરા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે.

Related posts

પારડીના જાણીતા ડોક્‍ટરની ગાડીમાં લીલવેણ નામનો સાપ નિકળ્‍યો

vartmanpravah

સેલવાસ જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીને ઈસરો દ્વારા આમંત્રિત કરાઈ

vartmanpravah

વાપી નજીક કરવડ પાસે કેનાલમાં બાળકનું પગ-માથા વગરનું ધડ મળ્‍યુ

vartmanpravah

દાનહ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 12મી એપ્રિલના શુક્રવારે સેલવાસ રિવર ફ્રન્‍ટ ઉપર ‘ફન સ્‍વીપ ડીએનએચ-2024’નું થનારૂં આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પર લાઈટીંગ અને બ્લેકસ્પોટ મુદ્દે બેદરકાર NHAIને જિલ્લા મેજિસ્ટ્રેટે રૂ. ૭૫૦૦નો દંડ ફટકાર્યો

vartmanpravah

આતુરતાનો અંત! : પારડી નગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાશે

vartmanpravah

Leave a Comment