(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12 : પ્રાપ્ત માહિતી મુજબ ખાનવેલ પોલીસ સ્ટેશનમાં જુલિયા દેવજી લહંગે રહેવાસી સીંદોની તાડપાડા વિરૂદ્ધ તા.03/05/2017ના રોજ અંડર સેક્શન 279, 304એ, 337, 338 આઇપીસી આર/ડબ્લ્યુ સેક્શન 184, 134, 125, 3, 181, 192, 177 એમ.વી. એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ બાદ આ કેસને એસીસી નંબર 162/2017 મુજબ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમ્યાન આરોપીને 13 એપ્રિલ, 2022ના રોજ સેલવાસના ન્યાયિક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા 6 મહિનાની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારબાદ આરોપી જુલિયા દેવજી લહંગેએ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. નીચલી અદાલતે કાર્યવાહી અને એડવોકેટ શ્રી જી.જી.પુરોહિતની દલીલ બાદ સત્ર ન્યાયાધીશ શ્રી એસ.એસ.અડકરે નીચલી અદાલતના ફેંસલાને બરકરાર રાખી અને આરોપી જુલિયા દેવજી લહંગેની અપીલનેનકારી દીધી હતી અને નામદાર ન્યાયાધિશે આરોપીને હિરાસતમાં લેવા માટેનો નિર્દેશ આપ્યો હતો.