Vartman Pravah
ગુજરાતદમણદીવસેલવાસ

દમણ પરિવહન વિભાગે ડેન્‍ટલ અને એન્‍જિનિયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓને શીખવેલા રોડ સલામતિના પાઠ

સંઘપ્રદેશમાં 34મા રાષ્‍ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની જોર શોરથી થઈ રહેલી ઉજવણી
સડક સુરક્ષાથી જોડાયેલા નિયમો અને કાયદાનું પાલન કરી બહેતર સમાજના નિર્માણ માટે દમણના મોટર વાહન નિરીક્ષક બીપિન પવારે વિદ્યાર્થીઓને કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા દેશભરમાં 11 જાન્‍યુઆરીથી 17મી જાન્‍યુઆરી, 2023 સુધી મનાવવામાં આવી રહેલા 34મા રાષ્‍ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ અંતર્ગત સંઘપ્રદેશમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને પરિવહન સચિવ શ્રી મેકાલા ચૈતન્‍ય પ્રસાદના માર્ગદર્શન હેઠળ ‘સડક સુરક્ષા-જીવન રક્ષા’ના મંત્રને ચરિતાર્થકરી દમણની ડેન્‍ટલ કોલેજ અને એન્‍જિનિયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સમક્ષ એક વિશેષ જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પરિવહન વિભાગના નિર્દેશક સહ સંયુક્‍ત સચિવ શ્રી આશિષ મોહન અને મોટર વાહન નિરીક્ષક શ્રી બીપિન પવારના નેતૃત્‍વમાં આયોજીત ‘સડક સુરક્ષા- જીવન રક્ષા’ અભિયાન અંતર્ગત ડેન્‍ટલ અને એન્‍જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ રોડ સુરક્ષાના સંદર્ભમાં જરૂરી ચર્ચા-વિચારણાં પણ કરી હતી.
આ પ્રસંગે મોટર વાહન નિરીક્ષક શ્રી બીપિન પવારે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, રોડ ઉપર ચાલતા સમયે આપણી બીજાના પ્રત્‍યેની જવાબદારીનું પણ ભાન હોવું જોઈએ. સડક સુરક્ષાથી જોડાયેલા નિયમો અને કાયદાના પાલનથી આપણે ચોક્કસપણે એક બહેતર સમાજનું નિર્માણ કરી શકીએ એવું શ્રી પવારે જણાવ્‍યું હતું. તેમણે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્‍યાપકોને રોડ સુરક્ષા સાથે જોડાયેલા નિયમો અને કાયદાની બાબતમાં જાણકારી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સડક સુરક્ષાના પ્રત્‍યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ અપીલ કરી હતી.

Related posts

મોટી દમણના આદિવાસી ભવન ખાતે વરિષ્‍ઠ નાગરિકોની ઉત્‍સાહવર્ધક હાજરી સાથે મૂલ્‍યાંકન શિબિરનો આરંભ

vartmanpravah

દીવ ન.પા.માં ભાજપની ટિકિટ માટે લાગેલી હોડઃ દમણ અને સેલવાસથી વિપરીત પક્ષના હોદ્દેદારોને ટિકિટ નહીં આપવા લેવાયેલા નિર્ણય સામે કચવાટ

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ, દાનહ અને દમણ-દીવ દ્વારા જુવેનાઇલ જસ્‍ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ અને બાળ જાતિય શોષણ સામેના કાયદા પર કાર્યક્ષમતા કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

વાપીની કંપનીમાં નોકરી કરતા વલસાડ માલવણના એન્‍જિનિયર યુવાને ઘરમાં કામ કરતો રોબોટ બનાવ્‍યો

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે

vartmanpravah

વાપી નવા રેલવે પુલના મુખ્‍ય બિમ્‍બમાં કોટિંગ વગરના સળીયા વાપરવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment