Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજસ્‍થાનઃ પાલીના રોહત ખાતે યોજાયેલ 18મી રાષ્‍ટ્રીય ભારત સ્‍કાઉટ ગાઈડ જાંબોરીમાં સંઘપ્રદેશ થ્રીડીએ મેળવેલા 11 પુરસ્‍કાર

મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 18મી રાષ્‍ટ્રીય સ્‍કાઉટ ગાઈડ જાંબોરીનું કરેલું ઉદ્‌ઘાટન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.20 : રાજસ્‍થાનના પાલી જિલ્લાના રોહત ખાતે 7 દિવસીય 18મી રાષ્ટ્રીય સ્‍કાઉટ ગાઈડ જાંબોરીનું દિવ્‍ય અને ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સાત દિવસીય જાંબોરીમાં ભારત અને વિદેશની કલા સંસ્‍કળતિનો સંગમ થયો હતો. અહીં વિવિધ રાજ્‍યો/કેન્‍દ્ર શાસિત પ્રદેશો દ્વારા તૈયાર કરાયેલા ટેબ્‍લોક્‍સે તેમના સમૃદ્ધ ઇતિહાસ, કલા અને સંસ્‍કળતિનો પરિચય કરાવ્‍યો હતો. 18મી રાષ્‍ટ્રીય સ્‍કાઉટ ગાઈડ જાંબોરીનો શુભારંભ મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ કરાવ્‍યો હતો. આ રાષ્‍ટ્રીય સ્‍કાઉટ ગાઈડ જાંબોરીમાં ભારતીય વાયુ સેનાએ તેમનું કર્તવ્‍યપાલન સાથે શાનદાર હવાઈ કલા-કરતબો રજૂ કર્યા હતા. આ પ્રસંગે રાજસ્‍થાનના મહામહિમ રાજ્‍યપાલ શ્રી કલરાજ મિશ્ર અને મુખ્‍યમંત્રી શ્રી અશોક ગેહલોત પણ ખાસ ઉપસ્‍થિત રહીને 18મી રાષ્‍ટ્રીય જાંબોરીને સફળ બનાવવા તમામ સહયોગ કર્યો હતો.
દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ જિલ્લા પંચાયત શિક્ષણ અધિકારી શ્રી જયેશ ભંડારીએ જણાવ્‍યું હતું કે, આ 18મી રાષ્‍ટ્રીય સ્‍કાઉ ગાઈડજાંબોરીમાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના કાર્યકારી અને દાનહ સ્‍કાઉટ ગાઈડ કાર્યાલયના ઉપ પ્રમુખ ડો. અપૂર્વ શર્માના દિશા-નિર્દેશ મુજબ ગલોન્‍ડાના 8 સ્‍કાઉટ અને 8 ગાઈડે પહેલી વખત ભાગ લીધો હતો. જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના કુલ 50 સભ્‍યોએ 11 પુરસ્‍કાર હાંસલ કરવા સફળતા મેળવી હતી. દાનહના સ્‍કાઉટ ગાઈડે વિવિધ કૃતિઓ રજૂ કરી હતી જેમાં માર્ચ પાસ્‍ટ, કલર પાર્ટી, ફૂડ પ્‍લાઝા, ટેંટ બનાવવા, ગેઝેટ બનાવવા, પ્રદર્શની, પિજન શો અને સાંસ્‍કૃતિક સ્‍પર્ધાઓ મુખ્‍ય રહી હતી. આ 7 દિવસીય 18મી રાષ્‍ટ્રીય સ્‍કાઉટ ગાઈડ જાંબોરીમાં 56 રાજ્‍યો/કેન્‍દ્ર શાસિત પ્રદેશ અને 7 વિદેશોથી આવેલ કુલ 37000 સ્‍કાઉટ ગાઈડ સભ્‍યોએ ઉપસ્‍થિત રહી પોતપોતાના પ્રદેશની વેશભૂષા, ખાનપાન, પ્રદર્શની, કલાકૃતિ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમના કાર્યકૌશલ્‍યનું પણ આદાન-પ્રદાન કરવામાં આવ્‍યું હતું.
સંઘપ્રદેશની ટીમ પરત ફરતાં દાદરા નગર હવેલીના ઉપ કલેક્‍ટર અને સ્‍કાઉટ ગાઈડ અધ્‍યક્ષ સુશ્રી પાર્મી પારેખે તમામ સ્‍કાઉટ ગાઈડોને શુભકામના પાઠવી હતી અને પ્રદેશનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી.
આ 7 દિવસીય 18મી રાષ્‍ટ્રીય સ્‍કાઉટ ગાઈડ જાંબોરીનું સંચાલન અને અને નેતૃત્‍વ ભારત સ્‍કાઉટ ગાઈડ સચિવ શર્મિષ્‍ઠા દેસાઈ, સેલવાસ જિલ્લા આયોજક આયુક્‍ત સ્‍કાઉટ આલોક કુમાર ઝા, જિલ્લાઆયોજક આયુક્‍ત ગાઈડ રૂબીના સૈયદ, દીવ જિલ્લા આયોજક આયુક્‍ત સ્‍કાઉટ વૈભવ સિંહ, જિલ્લા પંચાયત ગલોન્‍ડા વિભાગના સ્‍કાઉટ માસ્‍ટર નેહલ કિનયારા, અદિતિ મિસાલ, અજય હરિજન અને અંજલિ સેનએ કર્યું હતું.

Related posts

પારડી બેઠક ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો રાત્રી ચૂંટણી સભાઓ દ્વારા ધૂંઆધાર પ્રચાર

vartmanpravah

સમરોલી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સીબીએસઈનું ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10નું 100 ટકા પરિણામ

vartmanpravah

દાનહમાં નહેર-કોતરો ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોના ડિમોલીશનનું ચાલી રહેલું નિરંતર અભિયાન

vartmanpravah

સેલવાસઆર.ટી.ઓ.માં છેલ્લા દસ દિવસથી સર્વર ડાઉન રહેવાના કારણે અરજદારોને હાલાકી

vartmanpravah

સુરતના જ્‍યોતિષ પં. બાબુભાઈ શાષાીનો દાવોઃ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 144 કરતા વધુ બેઠકો ઉપર વિજય મેળવશે

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment