December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22: જિલ્લા વિકલાંગ પુનર્વસવાટ કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધનો અને સામગ્રીના વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ભારત સરકારના સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા એડીઆઈપી યોજના હેઠળ અપંગ ભાઈઓ અને બહેનોને આર્થિક સહાય આપવામાં આવી હતી. જેમ કે કળત્રિમ પગ, વ્‍હીલચેર, સહાયક ઉપકરણો, કેલિપર, કાખઘોડી, શ્રવણ યંત્ર, માનસિક રીતે પછાત બાળકો માટે શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી. વિકલાંગોને કુલ 26 સાધન પુરા પાડી અને તેની ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
આ સમારોહના મુખ્‍ય અતિથિ તરીકે દાનહના કલેકટર શ્રી પ્રિયાંક કિશોર ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે દરેકને વિકલાંગોને સમાન ગણવા અને તેમને સમાજના મુખ્‍ય પ્રવાહમાં જોડવાની તક આપવા વિનંતી કરી હતી. આ કાર્યક્રમમાં રેડક્રોસ શાળાના વિકલાંગ વિદ્યાર્થીઓ દ્વારાસાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વસન કેન્‍દ્રના તમામ કર્મચારીઓ અને રેડક્રોસ શાળાના શિક્ષકોએ સહયોગ આપ્‍યો હતો. વિકલાંગ ભાઈઓ અને બહેનો માટે વિવિધ પ્રકારના સહાયક ઉપકરણો, સ્‍પીચ થેરાપી, ઓડિયોમેટ્રી ઓકયુપેશનલ થેરાપી, બિહેવિયર થેરાપી, સાયકો થેરાપી અને વ્‍યાવસાયિક માર્ગદર્શનની સુવિધાઓ ઉપલબ્‍ધ છે. રેડક્રોસ જિલ્લા પુનર્વસન કેન્‍દ્રમાં વિકલાંગ ભાઈઓ અને બહેનો માટે વિવિધ પ્રકારના સહાયક ઉપકરણો બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ પણ આપવામાં આવે છે. વિકલાંગ વ્‍યક્‍તિઓની ઝડપી ઓળખ અને તપાસ અને તેમની સારવાર માટેની સુવિધાઓ ઉપલબ્‍ધ છે. તેમને વિકલાંગતાનું પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ પણ આપવામાં આવે છે. વિકલાંગોને તેમની ક્ષમતા મુજબ અને તેમની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને સુવિધાઓ આપવામાં આવે છે. આ અવસરે દાનહ કલેકટર શ્રી પ્રિયાંક કિશોર, સુપ્રિટેન્‍ડેટ આઈઆઈસીએસ-ડીડીઆરસી ડો.જ્‍યોતિર્મય સુર, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વણાંકબારા શ્રી વડી શેરી કોળી સમાજ નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

ચીખલી તાલુકાના દોણજા ગામે કાવેરી નદી પરનો કોઝવે કમ ચેકડેમ જર્જરિત

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. જે.એન.સોલંકીની અધ્‍યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

દાનહના પૂર્વ બહુજન મુક્‍તિ પાર્ટી લોકસભાના ઉમેદવાર પ્રવિણ જનાથિયાએ બાંધેલી કોંગ્રેસની કંઠી

vartmanpravah

મોટાપોંઢામાં દંપતિનું બાઈક કેનાલમાં ખાબકતા પતિ-પત્‍ની તણાયા : પતિનું મોત-પત્‍નીને બચાવાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કુલ 69.40% મતદાનઃ સૌથી વધુ કપરાડામાં 79.57% અને ઉમરગામમાં સૌથી ઓછું 60.43% મતદાન

vartmanpravah

Leave a Comment