Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમરોલી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સીબીએસઈનું ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10નું 100 ટકા પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: સમરોલી સ્‍થિત સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ-10 નું સીબીએસઈનું 100-ટકા પરિણામ આવતા શાળા પરિવારમાં ખુશી ફેલાઈ જવા પામી હતી.
સમરોલીમાં શ્રી સ્‍વામિનારાયણ ઈન્‍ટરનેશનલ ગુણાતીત વિદ્યાધામનું અંગેજી માધ્‍યમનું સીબીએસઈનું ધોરણ-12 સાયન્‍સ અને કોમર્સનું 100-ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં સાયન્‍સમાં પાર્થ પટેલ અને કોમર્સમાં હેમીલ પટેલ પ્રથમ ક્રમે આવ્‍યા હતા. શાળાના ચાર વિદ્યાર્થીઓ 90-ટકાથી વધુ જ્‍યારે 14 વિદ્યાર્થીઓ 80-ટકાથી વધુ લાવ્‍યા હતા.
જ્‍યારે સીબીએસઈના ધોરણ-10 ના અંગેજી માધ્‍યમનું પણ 100-ટકા પરિણામ સાથે યશવી ચૌહાણ પ્રથમ ક્રમે આવી હતી. અને 6 જેટલા વિદ્યાર્થીઓએ 90-ટકાથી વધુ ગુણ મેળવ્‍યા હતા. શાળાના પ્રમુખ, સ્‍વામી ઘનશ્‍યામ પ્રકાશ દાસજી, નિપુનભાઈ આચાર્ય ભરતસિંધ ભદૈરિયાએ તમામ વિદ્યાર્થીઓ અને સ્‍ટાફને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહ-દમણમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

સેલવાસ નગર પાલિકાને મળેલો ઈ-ગર્વનન્‍સ-2020-21નો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર

vartmanpravah

કાયદો કાયદાનું કામ કરે છે દાનહ જિલ્લા પ્રશાસને સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર મનોજ દયાતના શેડની દીવાલ તોડી પાડી

vartmanpravah

દમણ સ્‍પોર્ટ્‍સ વિભાગના સહાયક શારીરિક શિક્ષણ અધિકારી કાંતિભાઈ પટેલ સેવાનિવૃત્ત થતાં આપેલું વિદાયમાન

vartmanpravah

ધરમપુર અને કપરાડા તાલુકાના ચાર ગામોમાં સરકારી જમીનમાં ચર્ચ બાંધવાની હિલચાલ સામે ગ્રામજનોનો વિરોધ

vartmanpravah

મહાત્‍મા ગાંધી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર અપશબ્‍દો સાથે ગંદી પોસ્‍ટ કરનાર સામે એફ.આઈ.આર. નોંધવા દાનહ કોંગ્રેસની માંગ

vartmanpravah

Leave a Comment