October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની નરોલી ગ્રા.પં.ના સરપંચ પદે લીનાબેન પટેલ બિનહરિફ વિજેતાઃ માત્ર ઔપચારિક જાહેરાત બાકી 

  • પ્રદેશ ભાજપે નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદે કાર્યરત ધર્મેશભાઈ પટેલના થયેલા આકસ્‍મિક નિધન બાદ તેમની ધર્મપત્‍નીને દાવેદારી કરાવી સરપંચ બનાવી આપેલી સાચી શ્રદ્ધાંજલિ

  • દાદરા નગર હવેલીના વિરોધ પક્ષોની બોલતી બંધઃ લીનાબેન પટેલની દાવેદારીને આવકારવા પડેલી ફરજ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા. 20 : દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયતમાં સરપંચ ધર્મેશ પટેલના થયેલા અકાળે અવસાન બાદ ખાલી પડેલા સરપંચના પદ માટે પ્રદેશ ભાજપે સ્‍વ. ધર્મેશ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી લીનાબેન પટેલને સરપંચ પદના ઉમેદવાર બનાવી પરિપક્‍વ રાજનીતિના દર્શન કરાવ્‍યા છે.

આજે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે સરપંચ પદના ભાજપના ઉમેદવાર શ્રીમતી લીનાબેન ધર્મેશભાઈ પટેલ સામે કોઈ ઉમેદવારી નહીં કરતાં તેમનો બિનહરિફ વિજય નિヘતિ બન્‍યો છે.

નરોલી ગ્રામ પંચાયતના સરપંચ સ્‍વ. ધર્મેશભાઈ પટેલદાદરા નગર હવેલીમાં થઈ રહેલા સર્વાંગી વિકાસથી ખુબ જ પ્રભાવિત હતા અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ કલ્‍યાણકારી યોજનાઓનું કરવામાં આવી રહેલ કાર્યાન્‍વયનના પણ તેઓ મોટા પ્રશંસક હતા. જેના કારણે જ તેમણે દાદરા નગર હવેલીમાં સૌથી પહેલાં ભાજપનું દામન પકડવાની જાહેરાત કરી હતી.

પ્રદેશ ભાજપે નરોલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સ્‍વ. ધર્મેશભાઈ પટેલની ધર્મપત્‍નીને સરપંચ પદના ઉમેદવાર બનાવી બિનહરિફ વિજેતા પણ બનાવતા વિરોધ પક્ષોને પણ હવે તેમના સમર્થનની ફરજ પડી છે.

Related posts

કપરાડાની અસલકાંટી કેન્‍દ્રની શાળાઓમાં માતા-પિતા વિનાના 80 બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

vartmanpravah

સંઘપ્રદેશ રમત વિભાગ દ્વારા ‘રાષ્‍ટ્રીય રમત દિવસ’ નિમિતે વિવિધ રમતો યોજાઈ

vartmanpravah

ગેસ ગળતરથી બે કામદારોના મોત પ્રકરણમાં વાપીની સરના કેમિકલ કંપનીને ક્લોઝર અને રૂા. પ૦ લાખનો દંડ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલના વિદ્યાર્થીઓ સ્‍કૂલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયામાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન

vartmanpravah

દાદરાની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

ઉમરગામ પાલિકાના ચીફ ઓફિસર સામે કાઉન્‍સિલરોએ માંડેલો મોરચો દુઃખે પેટ અને કુટે માથુની સ્‍થિતિમાઃ નગરજનોમાં હાસ્‍યાસ્‍પદ બની રહેલી કાઉન્‍સિલરોની લડાઈ

vartmanpravah

Leave a Comment