January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

  • સંઘપ્રદેશ પ્રશાસન માટે દીવ જિ.પં.ના સભ્‍ય અને ઉપ પ્રમુખ પદેથી શશીકાંત માવજીની હકાલપટ્ટીનો મોકળો બનેલો માર્ગ

  • 2010થી વિદેશી નાગરિકતા હોવા છતાં શશીકાંત માવજી સોલંકીએ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં બેરોકટોક લીધેલો હિસ્‍સો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20 : ભારત સરકારના ગૃહ અને વિદેશ મંત્રાલયે દીવ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શશીકાંત માવજી સોલંકી પાસે વિદેશી નાગરિકતા હોવાનું સ્‍પષ્‍ટ કરતાં હવે તેમના દીવ જિલ્લા પંચાયતના સભ્‍ય અને ઉપ પ્રમુખ પદ સામે સંકટ પેદા થયુંછે. આવતા દિવસોમાં સંઘપ્રદેશ પ્રશાસન શશીકાંત માવજી સોલંકીને જિલ્લા પંચાયતના સભ્‍ય અને ઉપ પ્રમુખ પદેથી ગેરલાયક ઠેરવી શકે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન નીતિ-નિયમો વિરૂદ્ધ અને ભ્રષ્‍ટ રીતિ-નીતિ અપનાવતા મોટા ચમરબંધીને પણ સાણસામાં લેવામાં આવ્‍યા છે. જે કડીમાં દમણ જિલ્લા પંચાયતના તત્‍કાલિન પ્રમુખ નવિન પટેલની ખંડણી અને હપ્તા વસૂલીમાં પોલીસ દ્વારા કરાયેલી ધરપકડ બાદ તેમને જિલ્લા પંચાયતના સભ્‍ય અને દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી સસ્‍પેન્‍ડ અને ગેરલાયક ઠેરવવાનો આદેશ જારી કરાયો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે શશીકાંત માવજી સોલંકી પાસે 2010થી વિદેશી નાગરિકતા હોવા છતાં સંઘપ્રદેશ પ્રશાસનના તત્‍કાલિન ઉચ્‍ચ અધિકારીઓની ઉદાસિનતા અને શશીકાંત માવજીની પહોંચના કારણે તેઓ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી કોઈપણ પ્રકારના રોકટોક વગર લડતા રહ્યા છે અને વિવિધ બંધારણીય જવાબદારીઓ પણ સંભાળી ચુક્‍યા છે.
મળતી માહિતી પ્રમાણે દીવ પોલીસ શશીકાંત માવજીની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી ધરપકડ પણ કરી શકે છે.

Related posts

વલસાડ એસટી વિભાગીય કચેરીમાં કામદાર કલ્‍યાણ પ્રવૃત્તિ સેમિનાર અને 108 સેવાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah

વલસાડ છીપવાડ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા મુખ્‍યમંત્રી અને નાણામંત્રીને લેખિત રજૂઆત

vartmanpravah

રાજય ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં નવસારીના બે વિદ્યાર્થીઓ ઝળકયાં 

vartmanpravah

દાનહમાં નરોલી અને સામરવરણી મુખ્‍ય રોડ પર સર્જાયેલા બે જુદા જુદા અકસ્‍માતમાં બે વ્‍યક્‍તિના થયેલા મોત

vartmanpravah

વાપી રમઝાનવાડી બિલખાડીમાં પડી ગયેલ ગૌમાતાને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાઈ

vartmanpravah

Leave a Comment