June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસઆર.ટી.ઓ.માં છેલ્લા દસ દિવસથી સર્વર ડાઉન રહેવાના કારણે અરજદારોને હાલાકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : સેલવાસ આર.ટી.ઓ. કચેરીમાં છેલ્લા દસ દિવસથી સર્વર ડાઉન રહેવાના કારણે ડ્રાઈવિંગ ટેસ્‍ટ, લાયસન્‍સ રીન્‍યુ, નવા લાયસન્‍સ બનાવવા માટે રસીદો નહીં બનવાને કારણે તમામ કામો ઠપ્‍પ થતાં અરજદારોને રઝળપાટ કરવો પડી રહ્યો છે. આર.ટી.ઓ. કચેરીએ અરજદારોની રોજ રોજ લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઈન્‍ટરનેટ સર્વર ડાઉન હોવાને કારણે ઓનલાઇન અરજીઓનો પણ નિકાલ થઈ નથી રહ્યો.
પ્રાપ્ત માહિતી મુજબ સેલવાસ આર.ટી.ઓ. કચેરીમાં ટુ વ્‍હીલર, ફોર વ્‍હીલર તથા અન્‍ય તમામ વાહનોના લાયસન્‍સ માટે આવતા અરજદારોના માટે લર્નિંગ લાયન્‍સ, ડ્રાઈવિંગ ટેસ્‍ટ, હેવી લાયસન્‍સ વગેરેની કામગીરી શરૂ નહીં થતાં અરજદારો અટવાઈ રહ્યા છે અને જૂના લાયસન્‍સો જેમની અંતિમ તારીખ પુરી થવાની સમય મર્યાદા હોય તેઓના પણ લાયસન્‍સ રિન્‍યુ નહીં થતાં અને નવા લાયસન્‍સ બનાવનાર અરજદારોને રસીદ નહીં મળવાને કારણે તેઓના લાયસન્‍સના કામો પણ અટવાઈ રહ્યા છે. સેલવાસ આર.ટી.ઓ. વિભાગના અધિકારીઓ દ્વારા આ પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવવામાં આવે એવી અરજદારોની માંગ છે.

Related posts

દમણ-દીવ રાષ્‍ટ્રીય લોક અદાલતમાં 36 કેસોનું સમાધાન : રૂા.1.49 કરોડનું સેટલમેન્‍ટ

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ની આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં ફલાઈંગ સ્‍ક્‍વોડ દ્વારા 12.27 લાખની જપ્ત કરેલી રોકડ

vartmanpravah

વાપી હરિયા પાર્ક બંગલામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી : તાળુ ના તૂટતા લુંટારુઓ પલાયન થયા

vartmanpravah

વાપી એસ.ટી. ડેપોની મહિલા કન્‍ડક્‍ટરની પ્રમાણિકતા : ઘરેણાં ભરેલ થેલી મહિલાને પરત કરી

vartmanpravah

ધરમપુરમાં રૂા.1.15 કરોડના ખર્ચે નિર્માણ થનાર લાઈબ્રેરીનું ભૂમિપૂજન રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયું

vartmanpravah

Leave a Comment