December 21, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નેશનલ મેથ્‍સ ઓલિમ્‍પિયાડમાં સલવાવ ગુરુકુળની વિદ્યાર્થીની એકાંક્ષી રાય વિનર બની

સિગ્‍મા વિનર સાથે અન્‍ય 13 વિદ્યાર્થીએ ગોલ્‍ડમેડલ મેડલ મેળવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવની વિવિધ શિક્ષણ શાખાના વિદ્યાર્થીઓ નેશનલ લેવલની કેનકેન મેથ્‍સ પઝલ ઓલમ્‍પિયાડમાં ભાગ લીધો હતો જેમાં સંસ્‍થાના 13 વિદ્યાર્થી ગોલ્‍ડ મેડલ મેળવી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સીબીએસઈ શાળાની વિદ્યાર્થીની એકાક્ષી રાય નેશનલ રાઉન્‍ડ સિગ્‍મા વિનર બની હતી. જેને ઈનામ રૂપે એક ટ્રોફી અને રોકડ રકમ રૂ.25,000 મેળવ્‍યા છે.
કેનકેન મેથ્‍સ પઝલ ઓલમ્‍પિયાડ એક એવી આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા છે જે વિશ્વના જુદા જુદા દેશના વિદ્યાર્થીઓમાં રહેલ ગાણિતિક પઝલના કૌશલ્‍યને ચમકાવવા માટે ગ્રાસ રૂટ લેવલથી આંતરરાષ્‍ટ્રીય પૂરું પાડે છે. આ વર્ષે સ્‍કૂલ રાઉન્‍ડથી લઈ જિલ્લા, રાજ્‍ય અને રાષ્‍ટ્રીય લેવલ સુધીના રાઉન્‍ડ પૂર્ણ થયા છે. નેશનલ લેવલમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવની વિવિધ શિક્ષણ શાખાના જેમાં શ્રી સ્‍વામિનારાયણ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ, (સીબીએસઈ) શાળાની વિદ્યાર્થીની એકાક્ષી રાય નેશનલ રાઉન્‍ડ સિગ્‍મા વિનર બની હતી. જેણે ઈનામ રૂપે એક ટ્રોફી અને રોકડ રકમ રૂ.25,000 મેળવ્‍યા છે. જ્‍યારે 9 વિદ્યાર્થી ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કર્યો છે જેમાંઉત્‍કર્ષ પ્રજાપતિ, હિતેક્ષા ભાનુશાલી, દશરથસિંહ, ક્રિશ ગોયલ, આયુષ શુક્‍લા, સયાન પાંડા, નેહ પટેલ, અને નિશાંત પ્રજાપતિનો સમાવેશ થાય છે.
શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલના 3 વિદ્યાર્થી જેમાં ધ્રુવી ધોંડે, દિયા પટેલ, કાવ્‍યા પીપળીયાએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો છે. તથા શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર ગુજરાતી માધ્‍યમના 1 વિદ્યાર્થીની દ્રષ્ટી સ્‍નેહલકુમાર હળપતિએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો છે.
આમ એક જ સંસ્‍થાના 1 સિગ્‍મા વિનર 13 વિદ્યાર્થીએ ગોલ્‍ડ મેડલ મેળવી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે.
સિદ્ધિ મેળવનાર આ વિદ્યાર્થિઓને શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામી, ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો ડાયરેક્‍ટરશ્રી (એકેડેમિક) ડો. શૈલેશ લુહાર, ડાયરેકટર શ્રી (એડમીન) હિતેન ઉપાધ્‍યાય, તેમજ આચાર્ય શ્રીમતી મીનલ દેસાઈ, આચાર્ય શ્રીમતી આશા દામા અને આચાર્ય ચંદ્રવદન પટેલ તથા શિક્ષકગણોએ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ચીખલી ચાસા ગામના નિવૃત શિક્ષકનું ટૂંકી માંદગી બાદ નિધન થતા તેમની ત્રણ દિકરીઓએ અગ્નિદાહ આપ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી 12મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

લ્‍યો કરો વાત..! છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી કચીગામ-ઝરીના બ્રિજની સ્‍ટ્રીટ લાઈટો બંધ છતાં જવાબદાર તંત્રનું ભેદી મૌન

vartmanpravah

વાપી રમઝાનવાડી બિલખાડીમાં પડી ગયેલ ગૌમાતાને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાઈ

vartmanpravah

માનવતા મહેકાવતી પારડી પોલીસ: અસ્‍થિર મગજના સગીરનું પરિવાર સાથે સુખદ મિલન

vartmanpravah

Leave a Comment