January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી નેશનલ હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માત સર્જાતા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી નેશનલ હાઇવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માત સર્જાતા વલસાડ-સુરત હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી જતા મજીગામ, હોન્‍ડ સુધી એકાદ કિલોમીટર કરતા વધુ લાંબી કતાર લાગી હતી. હાઈવે પર ટ્રાફિક જામ થતા કેટલાક વાહન ચાલકોએ મજીગામમાંથી પસાર થતા આંતરિક માર્ગનો સહારો લેતા ત્‍યાં પણ ટ્રાફિક જોવા મળ્‍યો હતો. હાઈવે સાથે ચીખલી ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર પણ આજ સ્‍થિતિ સર્જાઈ હતી. કલાક કરતા વધુ સમય ટ્રાફીક જામ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જોકે સ્‍થળ ઉપર પહોંચેલી પોલીસે ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.

Related posts

વાપી નોટિફાઈડ બોર્ડની રચનાના ચક્રો ગતિમાન થયાઃ આગામી બેઠકમાં ચેરમેન સહિતના નામો જાહેર થશે

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, સિલવાસા કેમ્‍પસ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓનું ગઠન : દિપક પટેલ અને વિપુલ ભૂસારાને મળેલી મહત્‍વની સમિતિ

vartmanpravah

આજે પારડી તાલુકાના ઓરવાડ સહિત 6 ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ફરશે

vartmanpravah

વલસાડમાં તોફાની વરસાદ સાથે વિજળી પડી

vartmanpravah

Leave a Comment