September 9, 2026
Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લામાં તા.29 થી 31 માર્ચ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા.27 : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.29 થી તા.31 માર્ચ 2023 દરમિયાન વલસાડ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવનાની આગાહી કરવામાં આવી છે. વાદળછાયું વાતાવરણને કારણે મોટેભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલાં લેવા વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને સંદેશ આપવામાં આવ્‍યો છે. જેમાં જણાવ્‍યું છે કે, કમોસમી વરસાદથી થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્‍પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્‍કાલિક સલામત સ્‍થળે ખસેડવાની કામગીરી કરવી, અથવા પ્‍લાસ્‍ટિક/ તાડપત્રીથી યોગ્‍ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્‍થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો, એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસોદરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્‍તારના ખેતીવાડી વિભાગ/કળષિ વિજ્ઞાન કેન્‍દ્ર, અંભેટી/કળષિ સંશોધન કેન્‍દ્ર, પરિયા અથવા કિસાન કોલ સેન્‍ટર ટોલ ફ્રી નંબર-18001801551નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ મહિલા મોર્ચાની વધનારી સક્રિયતાઃ હવે દરેક લાભાર્થી સાથે સેલ્‍ફી લેશે

vartmanpravah

દાનહઃ રાંધામાં ‘‘બાળ વિવાહ મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી

vartmanpravah

ચીખલીના ખરેરા નદીના પુલ ઉપર રેલિંગના અભાવે વાહન ચાલકોમાં અકસ્‍માતનો ભય

vartmanpravah

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

ધરમપુરમાં બી.એસ.એફ. જવાનોનું ભવ્‍ય સન્‍માન સ્‍વાગત સાથે માકડબન ગામે ભવ્‍ય સન્‍માન

vartmanpravah

દમણ સહિત સમગ્ર સંઘપ્રદેશમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પ્રશાસન દ્વારા થઈ રહેલા અનેક પ્રયાસો

vartmanpravah

Leave a Comment