(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની વિવિધ કમિટીઓની રચનામાં આંબોલી જિ.પં.ના સભ્ય શ્રી દિપકભાઈ લહેટીભાઈ પટેલને કારોબારી સમિતી( એક્ઝીક્યુટીવ કમિટી), મસાટના શ્રીમતી રેખાબેન પટેલને જાહેર આરોગ્ય સમિતિ, સિંદોનીના શ્રી વિપુલભાઈ કે.ભૂસારાને જાહેર બાંધકામ સમિતિ, દાદરાના શ્રીમતી વૈશાલીબેન આઈસીંગભાઈને શિક્ષણ સમિતિ, ગલોન્ડાના શ્રી ગોવિંદભાઈ એસ.ભૂજાડાને ઉત્પાદન સહકાર અને ઈરીગેશન સમિતિ, કૌંચાના શ્રી વિજય સોનજી ટેંબરેને સામાજિક ન્યાય સમિતિ અને ખરડપાડાના શ્રીમતી જશોદાબેન રવિન્દ્ર પટેલને મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિની સમિતિ એનાયત કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, શ્રી દિપકભાઈ પટેલ અને શ્રી વિપુલભાઈ ભૂસારાને જિલ્લા પંચાયત માટે મહત્વની ગણાતી સમિતિઓમાં સમાવેશ કરાયો છે.